ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દિલ્હીના મુસ્તફાબાદમાં છ માળની ઇમારત ધરાશાયી: 11 લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, 19 એપ્રિલ, 2025: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, રેસ્ક્યુ ટીમ દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજુ પણ ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા છે. તેમને બહાર કાઢવાનું કામ ચાલુ છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.

મુસ્તફાબાદના દયાલપુર વિસ્તારમાં તે સમયે સનસનાટી મચી ગઈ હતી. જ્યારે ત્યાં એક છ માળની ઇમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. કાટમાળમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાત્રે 3 વાગે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ ઇમારત પડતી જોઈ શકાય છે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ડોગ સ્ક્વોડ, એનડીઆરએફ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. ફાયર વિભાગને માહિતી મળતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. અકસ્માત બાદ અત્યાર સુધીમાં 20 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી પોલીસ ચાર લોકોના મૃત્યુની પુષ્ટિ કરી રહી છે. પરંતુ સૂત્રો કહે છે કે આ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થવાની દુ:ખદ ઘટનાથી મન ખૂબ જ દુઃખી છે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીડીએમએ, એનડીઆરએફ, ડીએફએસ અને અન્ય એજન્સીઓ સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો..તમારું બજેટ 10 લાખ રૂપિયા છે, જાણો કઈ કોમ્પેક્ટ SUV તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે

Back to top button