કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

પૂર્વ કચ્છમાં બપોર બાદ ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ

ભુજ, 20 જુલાઇ 2025: Monsoon શનિવારે કચ્છના જુદા જુદા તાલુકામાં શૂન્યથી બે ઇંચ સુધી વરસાદ પડી ગયા બાદ રવિવારે મેઘરાજાએ રજા ન પાડી હોય એમ પૂર્વ કચ્છમાં ચોમાસાનો માહોલ વધુ એક વખત જામ્યો હતો. બપોર બાદ અંજાર, ભચાઉ, રાપર તાલુકાના ગામોમાં ઝાપટાથી ધોધમાર સુધી વરસાદ થયો હતો.

સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો

રવિવારે સવારના ભાગમાં રાબેતા મુજબ સૂર્યનારાયણ ઉગ્યા બાદ વરસાદની આશા ધૂંધળી બની હતી. જોકે, બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. અંજાર શહેર ઉપરાંત સિનુગ્રા, સાપેડા, અજાપર, ટપ્પર, સતાપર સહિતના ગામોમાં પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ભચાઉના ગુણાતીતપુર, સામખિયાળી તથા રાપરના વણોઇ, વજેપર, કલ્યાણપર  સહિતના ભાગોમાં ઝાપટા ચાલુ રહ્યા હતા. મુન્દ્રા તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ થયો હોવાના વાવડ મળ્યા છે. મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે, સરકારી ચોપડે બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જાહેર કરાયા ત્યારે ખાસ નોંધપાત્ર વરસાદ થયો ન હતો.

આ પણ વાંચો:પર્યાવરણનું જતન કે પાણીનું સંવર્ધન કોઇ એકની જવાબદારી નહીં….. ધારાસભ્યે ઉભી કરી જનભાગીદારી

આ પણ વાંચો:તો … સૌરાષ્ટ્રથી કચ્છનું અંતર 120થી ઘટીને માત્ર 40 કિ.મી. થાય, કેન્દ્રના પરિવહન મંત્રીને શું થઇ રજૂઆત?

Back to top button