ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

આઘાતજનક! ટોયલેટમાં સ્ટાફે વાસણ સાફ કર્યાં, FSSAIએ IRCTCને નોટિસ ફટકારી

 Staff cleaned the dishes in the toilet: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને નોટિસ જારી કરી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને મોકલવામાં આવી છે.

વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેન નંબર 12223 LTT-ERS દુરંતો એક્સપ્રેસમાં કેટરિંગ સ્ટાફ ટ્રેનના ટોયલેટની અંદર જ ખાવાના વાસણ ધોઈ રહ્યો હતો. આ વીડિયો જોતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

FSSAIનું કડક વલણ

FSSAIએ જણાવ્યું છે કે આ કૃત્ય ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. FSSAIએ IRCTC પાસે આ ઘટના અંગે વિગતવાર તથ્યો અને સ્પષ્ટીકરણ માંગ્યા છે.

કયા નિયમનું ઉલ્લંઘન? FSSAIએ જણાવ્યું કે Food Safety and Standards (Licensing and Registration of Food Businesses) Regulation, 2011ના Schedule-4 અનુસાર, ખાદ્ય વ્યવસાય સંચાલકોએ ખોરાક તૈયાર કરવો, સંભાળવો, બર્તન ધોવા અને સફાઈની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચ્છ રીતે કરવી જોઈએ. જેથી ખોરાક અથવા તેની સાથે સંકળાયેલી સપાટીઓ દૂષિત ન થાય.

વીડિયોમાં જે દૃશ્યો દેખાય છે તે અત્યંત અસ્વચ્છ અને આરોગ્ય માટે જોખમી છે. FSSAIએ IRCTCને તાત્કાલિક જવાબ આપવા જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર આક્રોશ આ વીડિયો વાયરલ થતાં નેટિઝન્સે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ રેલ્વે અને IRCTCની સેવાઓની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે.

આ ઘટના ભારતીય રેલ્વેમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા વિશેના મુદ્દાને ફરી એક વાર ચર્ચામાં લાવી દીધો છે.

આ પણ વાંચો : ENG W vs IND W, 1st T20I: ભારતીય મહિલા ટીમે ડંકો વગાડ્યો, પ્રથમ ટી20માં ઈંગ્લેન્ડને હરાવી

Back to top button