ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

બાપે છેડતી કરી, દીકરાએ છરી મારી, માએ આંખમાં મરચું નાખ્યું! જગતપુરમાં પરિવારનો આતંક

Ahmedabad: શહેરના જગતપુર વિસ્તારમાં 12 વર્ષીય સગીરાની છેડતીના વિરોધમાં બે પરિવારો વચ્ચે સર્જાયેલા ઉગ્ર વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રમવા ગયેલી માસૂમ દીકરી સાથે અડપલાં કરાયાની ફરિયાદ કરવા ગયેલા પરિવાર પર સામા પક્ષે હિંસક હુમલો કર્યો હતો. સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી છાંટી તેના પિતા પર છરી વડે ઉપરાછાપરી 6 થી 7 ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં ચાંદખેડા પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યો સામે પોક્સો (POCSO) તેમજ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રમવા ગયેલી બાળકી સાથે અડપલાં થતાં વિવાદ વકર્યો

પોલીસ ફરિયાદ અનુસાર, જગતપુર સ્થિત ફ્લેટમાં રહેતી 12 વર્ષીય બાળકી તે જ બ્લોકમાં રહેતા એક સગીર અને તેની બહેનના ઘરે રમવા ગઈ હતી. તે દરમિયાન સગીર તેમજ તેના પિતાએ બાળકીને અયોગ્ય રીતે સ્પર્શ કરી છેડતી કરી હતી. બાળકીએ ઘરે આવીને આપવીતી જણાવતાં માતાએ સામેના પરિવારનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો.

માતાની આંખમાં મરચું છાંટ્યું, પિતા પર છરીના ઘા ઝીંક્યા

ત્યારબાદ બાળકીની માતા ફ્લેટના નીચેના ભાગમાં બેઠી હતી ત્યારે સગીર અને તેની માતા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે “મારા દીકરાને કેમ બદનામ કરો છો” તેમ કહી અપશબ્દો શરૂ કર્યા. દરમિયાન બાળકીના પિતા પણ દોડી આવતાં મામલો વધુ બિચક્યો હતો. ઝઘડા દરમિયાન સગીરની માતાએ ભોગ બનનાર બાળકીની માતાની આંખોમાં મરચાંની ભૂકી નાખી દીધી હતી, જ્યારે સગીરે છરી કાઢી બાળકીના પિતા પર 6 થી 7 જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. બૂમાબૂમ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ પિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:‘આવી બેટિંગ જિંદગીમાં ક્યારેય નથી જોઈ’, ભારતની જીત બાદ શ્રેયસ અય્યર પણ દંગ!

મુખ્ય આરોપીનો ગુનાહિત ભૂતકાળ: હત્યા કેસમાં 7 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે

ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી સઘન તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી સગીરનો પિતા રીઢો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. વર્ષ 2004માં સી.યુ. શાહ કોલેજ પાસે થયેલી એક હત્યાના કેસમાં તેને 7 વર્ષની જેલની સજા થઈ હતી, જેમાં ૫ વર્ષની સજા કાપી તે જામીન પર મુક્ત થયો હતો. આ ઉપરાંત વર્ષ 2013માં પણ તેની સામે દારૂબંધી અને મારામારીના ગુના નોંધાયા હતા. પોલીસે આ તમામ વિગતો ધ્યાનમાં રાખી આરોપીઓ સામે કડક કાનૂની સકંજો કસવાની તજવીજ તેજ કરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં 1 નવેમ્બરની રેલી માટે પોલીસના કડક નિયમો, સાંજે 5 વાગ્યા સુધી જ કાર્યક્રમ!

Back to top button