દિલ્હીમાં 1 નવેમ્બરની રેલી માટે પોલીસના કડક નિયમો, સાંજે 5 વાગ્યા સુધી જ કાર્યક્રમ!
New Delhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન દ્વારા 1 નવેમ્બર, 2026ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વોટ બચાવો-દેશ બચાવો’ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલી માટે દિલ્હી પોલીસે કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોમાં સમયમર્યાદા સહિત સુરક્ષા અને વ્યવસ્થાને લગતા કડક નિયમો સામેલ છે. સૌથી મહત્ત્વની શરત એ છે કે આયોજકોએ સાંજે 5 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂર્ણ કરવો પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રેલીના આયોજકોએ પોલીસની કઈ શરતોનું પાલન કરવું પડશે?
1. સાંજે 5 વાગ્યા સુધીમાં રેલી પૂર્ણ કરવી પડશે
1 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી રેલી સાંજે 5 વાગ્યા સુધીમાં દરેક સંજોગોમાં પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ રેલીમાં આવેલા લોકોને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે. કોઈપણ સંજોગોમાં કાર્યક્રમનો સમય વધારી શકાશે નહીં.
2. રાત્રિ રોકાણની મંજૂરી નહીં
રેલી પહેલાં કે પછી કોઈપણ સહભાગીને રામલીલા મેદાનમાં રાત્રિ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
3. CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે
મેદાનના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, મંચ, બેઠક વ્યવસ્થા તથા આસપાસના વિસ્તારોમાં હાઇ ડેફિનેશન CCTV કેમેરા લગાવવા પડશે. રેકોર્ડિંગની વ્યવસ્થા સાથે ઓછામાં ઓછા પાંચ મોનિટર ધરાવતો કંટ્રોલ રૂમ પણ બનાવવો પડશે.
4. પાણી અને શૌચાલયની પૂરતી વ્યવસ્થા જરૂરી
રેલીમાં ભાગ લેવા આવનારા લોકો માટે પૂરતા પાણીના ટેન્કર અને શૌચાલયની વ્યવસ્થા કરવી પડશે. મહિલાઓ માટે અલગ શૌચાલય બ્લોક બનાવવાના રહેશે.
5. સ્વયંસેવકોની તહેનાતી ફરજિયાત
રેલીનું આયોજન વ્યવસ્થિત રીતે થાય તે માટે પૂરતી સંખ્યામાં સ્વયંસેવકો તહેનાત કરવા પડશે. સ્વયંસેવકોની ઓળખ માટે એકસરખો ડ્રેસ અથવા બેજ રાખવો જરૂરી રહેશે.
6. હિંસા અને હોબાળા પર પ્રતિબંધ
આયોજકોએ ખાતરી કરવી પડશે કે રેલી શાંતિપૂર્ણ રીતે યોજાય. કોઈપણ પ્રકારની હિંસા, હોબાળો કે કાયદો અને વ્યવસ્થાને ખોરવતી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.
7. જાતિ અને ધર્મને લઈને ઉશ્કેરણીજનક ભાષણ નહીં
મંચ પરથી એવું કોઈ ભાષણ આપી શકાશે નહીં, જેના કારણે જાતિ, ધર્મ કે રંગના આધારે લોકો વચ્ચે તણાવ ઊભો થાય અથવા સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચે.
8. ઉશ્કેરણીજનક ભાષણ આપનાર સામે તાત્કાલિક પગલાં
જો કોઈ વક્તા ઉશ્કેરણીજનક અથવા ધમકીભર્યું ભાષણ આપે, તો આયોજકોએ તાત્કાલિક માઇક બંધ કરવું પડશે અને તે વક્તાને મંચ પરથી હટાવવો પડશે.
9. રામલીલા મેદાનની બહાર માર્ચ કાઢી શકાશે નહીં
રેલી દરમિયાન રામલીલા મેદાનમાંથી અન્ય કોઈ સ્થળ તરફ માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી.
10. વાહનોનું પાર્કિંગ નક્કી કરેલી જગ્યાએ જ કરવું પડશે
રેલીમાં આવતી બસો, કાર, ટેમ્પો અને અન્ય વાહનોનું પાર્કિંગ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ જ કરવાનું રહેશે.
11. દિલ્હી પોલીસને સહયોગ આપવો પડશે
રેલીના આયોજકોએ દિલ્હી પોલીસ સાથે સંપૂર્ણ સહયોગ કરવો પડશે અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું પડશે.
12. નિયમોનું ઉલ્લંઘન થશે તો કાનૂની કાર્યવાહી
નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ કરવામાં આવે તો આયોજકો સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો:દબાણો અને આડેધડ પાર્કિંગથી શાહીબાગથી દૂધેશ્વર સુધી ટ્રાફિકની ગૂંચ, વાહનચાલકો પરેશાન
13. કાર્યક્રમની સંપૂર્ણ વિગતો પોલીસને આપવી પડશે
આયોજકોએ આમંત્રિત મહેમાનો અને સ્વયંસેવકોની યાદી, મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની વિગતો, બસોની સંખ્યા તથા તેમનાં રજિસ્ટ્રેશન નંબર પોલીસને આપવા પડશે.
14. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી
આયોજકોએ લાગુ પડતા તમામ કાયદા અને નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ રેલીમાં ભાગ લેનારા લોકોને નિયંત્રિત રાખવા અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
જામિયા કેસ પણ ચર્ચામાં રહ્યો હતો
આ પહેલાં જામિયા મામલે પણ ચર્ચા થઈ હતી. આ કેસમાં ઇમરાન મસૂદ, ઇમરાન પ્રતાપગઢી અને મોહિબુલ્લા નદવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
આ પણ વાંચો:Smartphone ફોન વારંવાર થઈ રહ્યો છે હેંગ? તો વગર ખર્ચે આ સેટિંગથી વધારો સ્પીડ












