જો આ એક વાત માની લીધી હોત તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મૃત્યુ ન થાત:રિપોર્ટમાં મોટો ખુલાસો થયો

અમદાવાદ, 12 જૂલાઈ 2025: અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશ દુર્ઘટનાનો પ્રથમ રિપોર્ટ સામે આવી ગયો છે. એએઆઈબીના આ રિપોર્ટમાં ફ્યૂલ સ્વિચમાં ગરબડને દુર્ઘટનાનું કારણ બતાવ્યું છે. તેના કારણે ફ્યૂલ સપ્લાઈ બંધ થયો અને પ્લેન ક્રેશ થઈ ગયું. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, લગભગ છ સાત વર્ષ પહેલા ફ્યૂલ કંટ્રોલ સ્વિચને લઈને એક મહત્ત્વની સલાહ આપી હતી, પણ આ સલાહને ધ્યાનમાં લીધી નહોતી. જો આ સલાહને માની લીધી હોત તો સંભવત આ વિમાન દુર્ઘટના ટાળી શક્યા હોત.
અમેરિકા તરફથી અપાઈ હતી સલાહ
એર ઈંડિયા પ્લેન ક્રેશ પર રિપોર્ટમાં અમેરિકી એવિએશન રેગ્યુલેટરની એક સલાહનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, 17 ડિસેમ્બર 2018ના રોજ અમેરિકી એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન પ્રશાસને આ સલાહ આપી હતી. તેમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચ લોકિંગ ફીચરને લઈને સમસ્યા હોવાની વાત કહેવાઈ હતી. રિપોર્ટ અનુસાર, એર ઈંડિયાના જણાવ્યા અનુસાર, આ સલાહ પર તેઓ અમલ કરી શક્યા નહીં.કારણ એવું બતાવ્યું છે કે, આ વાત અનિવાર્ય કાર્યવાહી માટે નહીં પણ એડવાઈઝરી તરીકે કહેવાઈ હતી. એટલા માટે આ પ્રકારનું કોઈ નિરીક્ષણ ક્યારેય કર્યું જ નહીં. જો કે કોઈ તાત્કાલિક સુરક્ષા પરિવર્તનનો આદેશ નહોતો આપ્યો. પણ આ ક્રેશે બોઈંગ 787ની ડિઝાઈન, ખાસ કરીને ઈંધણ સ્વિચ તંત્ર અને તેની લોકિંગ સિસ્ટમ પર વૈશ્વિક સ્તર પર તપાસ શરુ કરાવી દીધી છે.
મેંટેનેંસ રિપોર્ટમાં કોઈ ગરબડ નથી
એર ઈંડિયા પ્લેન ક્રેશની તપાસ કરનારી એએઆઈબીએ એર ઈંડિયાનો મેંટેનેંસ રિપોર્ટ પણ ખંગાળ્યો છે. તે અનુસાર, વર્ષ 2023માં તેના ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ગરબડ સામે નથી આવી. 2023માં જ એરક્રાફ્ટમાં કોકપિટ કંટ્રોલ પેનને છેલ્લી વાર રિપ્લેસ કરી હતી. એએફએેેએની ટેકનિકલ ટીમે એ સમજવા માટે ફ્લાઈટ ડેટા, કોકપિટ ઓડિયો અને હાર્ડવેર ઘટકોની તપાસ કરી રહી છે કે શું કોકપિટ કંટ્રોલ એરર, ટેકનિકલ ખામી અથવા પ્રક્રિયાગત ત્રુટીએ કોઈ ભૂમિકા ભજવી છે. તમામ પાસાઓ પર સંપૂર્ણ વિશ્લેષણ કર્યા બાદ અંતિમ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવશે.












