સાઉદીમાં એકસાથે અનેક બ્લાસ્ટ! કિંગ ખાલિદ એરપોર્ટ બંધ; મુસાફરો સામાન છોડીને ભાગ્યા
Saudi Arabia Blast : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક પછી એક અનેક વિસ્ફોટથી હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટોમાં શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલો મોટો બ્લાસ્ટ પણ સામેલ છે. આ હુમલાની સીધી અસર હવાઈ સેવા પર જોવા મળી છે.
ફ્લાઈટ-ટ્રેકિંગ સર્વિસ FlightRadar24એ ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રિયાધનું કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી બંધ થઈ ગયું છે. એરપોર્ટ પર છેલ્લું વિમાન 80 મિનિટથી વધુ સમય પહેલાં લેન્ડ થયું હતું, જ્યારે છેલ્લું ટેક-ઓફ પણ 90 મિનિટથી વધુ સમય પહેલાં થયું હતું.
હૂતી વિદ્રોહીઓએ મિસાઈલ હુમલાનો દાવો કર્યો
હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેમણે કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને બે બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. હૂતી પ્રવક્તા યાહ્યા સરીએ પણ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે આ હુમલાને કારણે એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
આ હુમલાના એક દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે દેશમાં થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એરપોર્ટ પર ફાયર અને એમ્બ્યુલન્સની ટીમો તૈનાત
એક પ્રત્યક્ષદર્શીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે વિસ્ફોટ બાદ એરપોર્ટ પર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તૈનાત કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તારમાં ધુમાડો પણ જોવા મળ્યો હતો.પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, બહાર જતી ફ્લાઈટ્સને રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને પોતાનો ચેક-ઈન સામાન એરપોર્ટ પર જ છોડીને બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. જાહેરાત થતાં જ અનેક મુસાફરો પોતાનો સામાન છોડીને એરપોર્ટની બહાર દોડી ગયા હતા. જોકે, કેટલાં વિમાનોની સેવા પ્રભાવિત થઈ છે તેની તાત્કાલિક સ્પષ્ટતા થઈ શકી નહોતી.nસાઉદી અધિકારીઓ તરફથી આ મામલે તાત્કાલિક કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
🚨🇸🇦🇾🇪 BREAKING:
Smoke appears to be rising from the King Khalid International Airport in Riyadh…
It’s reported to be coming from a “stationary aircraft.”
Source: @TabzLIVE on TG, Reuters / Writer: Michael https://t.co/h08UEb9S9y
— Mario Nawfal (@MarioNawfal) October 8, 2026
યમનમાં પણ વિસ્ફોટના અવાજ
આ દરમિયાન યમનમાં હોદેઇદાહ એરપોર્ટની નજીક પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાના અહેવાલ છે. જોકે, આ વિસ્ફોટનું કારણ શું હતું અને તેની કેટલી અસર થઈ છે, તેની તાત્કાલિક માહિતી સામે આવી નથી.
બે એરપોર્ટ પર હુમલામાં 3 લોકોનાં મોત
બુધવારે સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે હૂતી વિદ્રોહીઓ દ્વારા એરપોર્ટને નિશાન બનાવી કરવામાં આવેલા બે હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. અધિકારીઓ અનુસાર, કિંગ ખાલિદ એરપોર્ટ પર થયેલા હુમલામાં સુદાનના એક નાગરિકનું મોત થયું હતું અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, અભા એરપોર્ટ પર થયેલા હુમલામાં મોરોક્કો અને અલ્જેરિયાના નાગરિકોનાં મોત થયા હતા અને 28 અન્ય લોકો ઘાયલ થયા હતા.
કિંગ ખાલિદ એરપોર્ટ કેટલું મહત્વનું છે?
કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. તેનું નામ સાઉદી અરેબિયાના પૂર્વ રાજા કિંગ ખાલિદ બિન અબ્દુલઅઝીઝ અલ સઉદના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ વર્ષ 1983માં શરૂ થયું હતું અને રિયાધ શહેરના કેન્દ્રથી આશરે 35 કિલોમીટર દૂર છે. આ વિશાળ એરપોર્ટ લગભગ 225 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
આ પણ વાંચો:નાના પાટેકર ફિલ્મો કેવી રીતે પસંદ કરતા હતા?
🔴🇸🇦🇮🇷BREAKING: King Khalid international airport in Riyadh has just been reportedly targeted by several Houthi ballistic missiles.
A large column of smoke is seen rising from the airport.
The attacks were likely in retaliation to the RSAF targeting of Sanaa and Al Hudaydah. https://t.co/dbdFm6ZlD2
— BeamTracker | Military OSINT (@BeamTracker_) October 8, 2026
સાઉદી અને યમન વચ્ચે વધ્યો તણાવ
વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશોમાં સામેલ સાઉદી અરેબિયા પર થયેલા આ હુમલાઓથી વિસ્તારમાં તણાવ વધ્યો છે. વીકએન્ડ દરમિયાન સાઉદી અરેબિયા અને તેના સહયોગી યમની દળોએ જમીન અને હવાઈ માર્ગે મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. તેનો હેતુ યમનના પશ્ચિમ કિનારા અને બાબ અલ-મંદેબ જળમાર્ગ નજીક હૂતી વિદ્રોહીઓએ એક મહિના પહેલાં કબજે કરેલા વિસ્તારોને ફરી પોતાના નિયંત્રણમાં લેવાનો હતો. બુધવારે જ હૂતી વિરુદ્ધ લડી રહેલા સાઉદી નેતૃત્વવાળા ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ જણાવ્યું હતું કે સેનાએ યમનની રાજધાની સનામાં વિદ્રોહીઓના કબજામાં રહેલા એક પ્લેટફોર્મને નષ્ટ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મનો ઉપયોગ સાઉદી રાજધાની પર હુમલા કરવા માટે કરવામાં આવતો હતો.
હૂતી પ્રવક્તાએ કહ્યું- બે બેલેસ્ટિક મિસાઈલો છોડી
હૂતી પ્રવક્તા યાહ્યા સરીએ દાવો કર્યો કે કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલાને કારણે એરપોર્ટનું હવાઈ ટ્રાફિક પ્રભાવિત થયું છે. સરીએ ફરી ચેતવણી આપી કે તેમનું સંગઠન સાઉદી હવાઈ ક્ષેત્રનો સૈન્ય હેતુ માટે ઉપયોગ કરશે. તેમણે એરલાઈન્સને મક્કા અને મદીના ઉપરના હવાઈ ક્ષેત્રને બાદ કરતાં સાઉદી અરેબિયાના અન્ય વિસ્તારોમાં ઉડાન ન ભરવાની ચેતવણી આપ્યાનો પણ દાવો કર્યો. હૂતી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરથી અત્યાર સુધી સાઉદી અરેબિયાની અંદર લગભગ 14 સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં સાઉદી સેનાએ સાદા, હજ્જા, અમરાન, તાઈઝ અને અલ-જૌફ પ્રાંતોના વિવિધ વિસ્તારો તથા નાગરિક સ્થળો પર આશરે 156 હવાઈ હુમલા કર્યા છે, જેમાં જાનહાનિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:GSTમાં હવે મનમાની નહીં? અધિકારીઓની ધરપકડની સત્તા પર મોટો નિર્ણય












