ટ્રેન્ડિંગમનોરંજન

સંજય કપૂરની માતાએ વહુ પર લગાવ્યો કંપની હડપવાનો આરોપ, દિકરાના મૃત્યુ પહેલા જ પ્રિયાને કંપનીમાંથી હટાવી હતી

  • રાની કપૂરે કહ્યું કે સંજયના મૃત્યુના એક અઠવાડિયામાં પ્રિયા કંપનીની એમડી કેવી રીતે બની અને બીજા જ અઠવાડિયામાં તે ફરીથી ડિરેક્ટરના પદ પર કેવી રીતે પાછી ફરી તે સમજની બહાર 

HD ન્યુઝ ડેસ્કઃ દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની સંપત્તિ અંગેની કાનૂની લડાઈ વધુ તીવ્ર બની રહી છે. તેમની માતા  Sanjay Kapoor’s mother રાની કપૂરે તેમની પુત્રવધૂ પ્રિયા સચદેવ સામે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂનમાં સંજય કપૂરના મૃત્યુ પછી તરત જ તેણે કંપની અને સંપત્તિનું નિયંત્રણ સંભાળી લીધું હતું.

સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાની કપૂરે કહ્યું કે સંજયે 2023 માં જ પ્રિયાને કંપનીના બોર્ડમાંથી દૂર કરી દીધી હતી કારણ કે તે ‘કંઈક ખોટું’ કરવા માંગતી હતી.

રાની કપૂરના આરોપો

સુનાવણીમાં રાની કપૂરે આરોપ લગાવ્યો હતો કે પ્રિયા સચદેવ કપૂરે સંજયના અવસાન પછી તેમના વ્યવસાય અને સંપત્તિઓ સંભાળવામાં અસામાન્ય ઉતાવળથી કામ કર્યું, જ્યારે પરિવાર શોકમાં હતો. રાનીના જણાવ્યા અનુસાર સંજયે 31 માર્ચ, 2023 ના રોજ પ્રિયાને તેમની કંપની સોના કોમસ્ટારની હોલ્ડિંગ એન્ટિટી AIPL ના બોર્ડમાંથી દૂર કરી હતી અને રોકાણકારોને કહ્યું હતું કે કંઈક રિવર્સ કરવું જરૂરી છે.

રાનીએ એમ પણ કહ્યું કે સંજયના મૃત્યુના એક અઠવાડિયામાં પ્રિયા કંપનીની એમડી કેવી રીતે બની અને બીજા જ અઠવાડિયામાં તે ફરીથી ડિરેક્ટરના પદ પર કેવી રીતે પાછી ફરી તે સમજની બહાર છે.

રાની કપૂરે કોર્ટને એમ પણ કહ્યું કે તેને સંજય દ્વારા રજૂ કરાયેલા કોઈપણ વસિયતનામા વિશે ખબર નહોતી. તેણે પ્રિયાએ રજૂ કરેલા દસ્તાવેજને બનાવટી ગણાવ્યો અને કહ્યું કે તે સંજયના જીવનભરના વિશ્વાસની ઓપોઝિટ છે, જેમાં તે હંમેશા તેની સફળતાનો શ્રેય તેની માતાને આપતો હતો. તેના વકીલે દલીલ કરી કે જો તે ખરેખર તેની માતાને વારસામાંથી બાકાત રાખવા માંગતો હોત, તો તેણે તે સ્પષ્ટ રીતે લખ્યું હોત.

કરિશ્મા કપૂરના બાળકોની અરજી પ્રશ્નો ઉભા કરે છે

આ કેસમાં કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બાળકો, સમાયરા અને કિઆન કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો સમાવેશ થાય છે . બાળકોનો આરોપ છે કે પ્રિયા સચદેવે તેમના પિતાના વસિયતનામામાં છેડછાડ કરી હતી અને તેમને મિલકતમાંથી બાકાત રાખ્યા હતા. તેઓ કોર્ટ પાસેથી વચગાળાનો આદેશ માંગી રહ્યા છે, જેમાં પ્રિયાને સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી સંજયની સંપત્તિ વેચવા અથવા ઘટાડવાથી રોકવામાં આવે.

સંજય કપૂરનું અવસાન

સંજય કપૂરનું 12 જૂનના રોજ ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમણે 2003માં અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા અને 2016માં તેમના છૂટાછેડા થયા હતા. તેમને બે બાળકો છે. 2017માં, તેમણે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમને એક પુત્ર છે.

આ પણ વાંચોઃ જયા બચ્ચને કહ્યું, પાર્લામેન્ટમાં જઈને મારા કાન ખરાબ થઈ ગયા છે, બિગ બી પણ અહીં થયા હશે ફ્રસ્ટ્રેટ

Back to top button