10 હજારનો પગાર, 46 કરોડની નોટિસ, ગ્વાલિયરના કુક રવિન્દ્ર સિંહની જિંદગીમાં ઉથલપાથલ

મધ્ય પ્રદેશ, 10 સપ્ટેમ્બર 2025: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક હોટેલમાં કામ કરતા કુક હેલ્પર રવિન્દ્ર સિંહ ચૌહાણને આવકવેરા વિભાગે 46 કરોડ રૂપિયાનું નોટિસ મોકલ્યું છે, જ્યારે રવિન્દ્ર સિંહ ચૌહાણનો પગાર માત્ર 8થી 10 હજાર રૂપિયા છે. અચાન નોટિસ મળતાં તેમના જીવનમાં ઉથલપાથલ થઈ ગઈ છે. રવિન્દ્ર સિંહ ચૌહાણને સમજાતું નથી કે આ બધું આખરે થયું કેવી રીતે?
રવિન્દ્રનો આરોપ
ભિંડના રહેવાસી રવિન્દ્ર સિંહ ચૌહાણનું કહેવું છે કે તેઓ ફક્ત ખાવાનું બનાવવાનું કામ કરે છે. તેમના ખાતામાં ક્યારેય વર્ષભરમાં ત્રણ લાખ રૂપિયાનું લેનદેન પણ થયું નથી, પરંતુ તેમના નામે 46 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન દર્શાવવામાં આવ્યું છે. રવિન્દ્ર સિંહ ચૌહાણે ભિંડ સ્થિત પંજાબ નેશનલ બેંકમાંથી તેમના ખાતાનું છેલ્લા પાંચ વર્ષનું બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યું. સ્ટેટમેન્ટમાં કુલ લેનદેન ત્રણ લાખ રૂપિયાથી પણ ઓછું જણાયું, જે તેમને ખૂબ જ વિચિત્ર લાગ્યું. આ શંકાને કારણે તેમણે બેંક મેનેજરને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું.
ફરજી ખાતું અને કરોડોનું લેનદેન
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે રવિન્દ્ર સિંહ ચૌહાણના નામે દિલ્હીના ઉત્તમ નગરમાં એક બીજું ખાતું અસ્તિત્વમાં હતું અને આશ્ચર્યજનક બાબત એ હતી કે તે ખાતામાં હજુ પણ 12.5 લાખ રૂપિયા જમા છે. તપાસમાં સામે આવ્યું કે ટોલ કંપનીમાં કામ કરતી વખતે તેમના સુપરવાઈઝરે પીએફના નામે તેમના દસ્તાવેજો લઈને ફરજી ખાતું ખોલાવ્યું હતું. આ જ ખાતા દ્વારા કરોડો રૂપિયાનું લેનદેન થયું હતું.
હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો
રવિન્દ્ર સિંહ ચૌહાણે પોલીસ સ્ટેશન અને અન્ય એજન્સીઓમાં ફરિયાદ કરી, પરંતુ તેમને કોઈ મદદ મળી નહીં. હવે તેમણે ગ્વાલિયર હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલે એ પણ સામે આવ્યું છે કે રવિન્દ્રના નામે ભિંડ અને દિલ્હીમાં બે ખાતાં ખોલવામાં આવ્યા છે, જેમાંથી દિલ્હીનું ખાતું એક ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલું છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટથી તેમને આવકવેરા વિભાગના આ ભારે-ભરકમ નોટિસથી રાહત મળે છે કે નહીં.
આ પણ વાંચો : UPIથી પેમેન્ટ કરો છો? 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે નિયમો, લિમિટથી લઈને આ બધા પર થશે અસર












