ગુજરાતટ્રેન્ડિંગધર્મ

સાળંગપુર હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી: દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન

બોટાદ, 12 એપ્રિલ, 2025: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા હતા. નારાયણ કુંડથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. યાત્રામાં ચાર હાથી પર ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. કળશ યાત્રામાં 251 પુરુષ-મહિલા ભક્તોએ સાફા ધારણ કર્યા હતા. હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજ લહેરાવ્યા હતા.

સાળંગપુરમાં મોટી સંખ્યા ભક્તો કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરવા ઉમટ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં સંતોએ અઢીસો કિલોની કેક કાપી હતી. ઉજવણીમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં દાદાના ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિર આવી પહોંચ્યા હતા. આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5:15 કલાકે-શણગાર આરતી સવારે 7:00 કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી અને ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું.

આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. આ દરમિયાનમાં સવારે 7 વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે.

આ પણ વાંચો..મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘટીને 11 મહિનાના નીચલા સ્તરે

Back to top button