ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

Happy Birthday Sourav Ganguly : ભારતીય ક્રિકેટના એ દાદા જેમને અંગ્રેજોની ધરતી પર લહેરાવી જર્સી

Happy Birthday Dada : જ્યારે પણ ભારતીય ક્રિકેટમાં સૌથી પ્રભાવશાળી કેપ્ટનોનું નામ લેવામાં આવે છે, ત્યારે સૌરવ ગાંગુલીનું નામ ઘણીવાર પહેલા આવે છે. 8 જુલાઈ 1972ના રોજ કોલકાતામાં જન્મેલા ગાંગુલી આજે (8 જુલાઈ) પોતાનો 54મો જન્મદિવસ ઉજવે છે. તેમને માત્ર એક મહાન બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટમાં પરિવર્તનશીલ કેપ્ટન તરીકે પણ યાદ કરવામાં આવે છે.

લોર્ડ્સમાં ઐતિહાસિક શરૂઆત

 

વર્ષ 1996માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ગાંગુલીની પ્રથમ ઈનિંગમાં 131 રન બનાવી ઈતિહાસ રચી દીધો છે. તે બાદ તેઓએ ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં પણ સદી ફટકારી સાબિત કરી દીધું કે તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની ઓળખ બનાવનાર છે.

ટીમ ઈન્ડિયાની બદલી માનસિકતા

 

વર્ષ 2000માં મેચ ફિક્સિંગ વિવાદ બાદ ભારતીય ક્રિકેટ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. એવા સમયે ગાંગુલીએ કેપ્ટનશીપ સંભાળી અને ટીમમાં નવો જીવ ફૂંક્યો. તેઓએ ખેલાડીઓને માત્ર મેચ રમવા માટે જ નહીં, પરંતુ દરેક સ્થિતીમાં જીત માટે લડતા શીખવાડ્યું.

યુવા ખેલાડીઓ પર વિશ્વાસ

 

ગાંગુલીએ કેટલાક એવા ખેલાડીઓને મોકો આપ્યો જેઓ આગળ જતા ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર બન્યાં. એમ.એસ.ધોની, યુવરાજ સિંહ, વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, જહીર ખાન અને આશીષ નેહરા જેવા ખેલાડીઓ પર તેમનો વિશ્વાસ ભારતીય ક્રિકેટ માટે વરદાન રુપ સાબિત થયું.

લોર્ડ્સની બાલકનીની ઉજવણી

 

13 જુલાઈ 2002ના નેટવેસ્ટ સીરીઝ જીત્યા બાદ લોર્ડ્સની બાલકનીમાં ટી-શર્ટ લહેરાવનાર તેમની ઉજવણીને આજે પણ ભારતીય ક્રિકેટના સૌથી યાદગાર પળોમાં ગણવામાં આવે છે. આ એક તસ્વીરે વિશ્વને બતાવી દીધું કે નવી ટીમ ઈન્ડિયા હવે કોઈથી ડરવાની નથી.

વિશ્વકપમાં ભારતની વાપસી

 

ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે વર્લ્ડ કપ 2003માં ફાયનલ સુધી સફર નક્કી કરી. જો કે, ટીમ ખીતાબ જીતી શકી નહીં, પરંતુ આ ટૂર્નામેન્ટે ભારતને વર્લ્ડ ક્રિકેટની સૌથી મજબૂત ટૂમમાં સામેલ કરી દીધી.

સૌરવ ગાંગુલીને મળ્યા પ્રમુખ રાષ્ટ્રીય અને રાજ્ય સમ્માન

 

અર્જુન પુરસ્કાર (1997) : ખેલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ભારત સરકારનો પ્રતિષ્ઠિત સમ્માન.

પદ્મશ્રી (2004) : ખેલ જગતમાં તેમના અસાધારણ યોગદાન માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ દેશનું ચોથું સર્વોચ્ચ નાગરિક સમ્માન.

બંગ વિભૂષણ (2013) : પશ્વિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સમ્માનિક કરવામાં આવ્યા.

ક્રિકેટ બાદ પણ નેતૃત્વ

 

સંન્યાસ બાદ ગાંગુલી 2019-2022 સુધી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પણ રહ્યા છે. તેમના કાર્યકાળમાં ભારતીય ક્રિકેટે કેટલાક મહત્વના નિર્ણય લીધા અને ઘરેલુ ક્રિકેટના વિકાસ પર પણ ખાસ ધ્યાન આપ્યું. આજે 54 વર્ષની ઉંમરમાં પણ સૌરવ ગાંગુલી કરોડો ક્રિટે પ્રેમિઓ માટે પ્રેરણા છે. તેઓએ ભારતીય ટીમને માત્ર જીત નહીં, પરંતુ વિશ્વની આંખોમાં આંખ નાખી રમત શીખવાડી.

સૌરવ પર બની રહી છે ફિલ્મ

 

રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની આગામી હિંદી બાયોપિક ‘દાદા-ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’માં મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાની કરી રહ્યા છે અને તેનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે એપ્રિલમાં કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ સહિત કેટલાક સ્થાનો પર શરૂ થયું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘતાંડવ બાદ સરકાર એલર્ટ: અમિત શાહે CM સાથે કરી સમીક્ષા, સુરતમાં બચાવ અભિયાન તેજ

Back to top button