ટ્રેન્ડિંગમનોરંજન

સારા તેંડુલકરના બનારસી લુકે મચાવી ધૂમ, હીરાના હારે લૂંટી મહેફિલ

Sara Tendulkar : ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અવારનવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. તે હંમેશા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. કોઈ ઈવેન્ટ હોય કે ફંક્શન, તે પોતાની સુંદરતાથી સૌનું ધ્યાન ખેંચી લે છે. હવે સારા ફરી એકવાર લાઈમલાઈટમાં આવી છે અને આ વખતે તેનું કારણ તેનો રોયલ અંદાજ છે.

સારા તેંડુલકરનો એલિગન્ટ સાડી લુક

સારા તેંડુલકરે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બે તસવીરો શેર કરી છે, જેમાં તેનો અત્યંત સુંદર અને રોયલ અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં સારા પેસ્ટલ ગ્રીન કલરની બનારસી સાડીમાં જોવા મળી રહી છે. તેનો આ એલિગન્ટ લુક ટ્રેડિશનલ અને મોર્ડન સ્ટાઈલનું પરફેક્ટ કોમ્બિનેશન લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

સારા તેંડુલકરના ડાયમંડ નેકલેસે લોકોનું ધ્યાન ખેંચ્યું

સારાએ ઓફ-વાઈટ પ્યોર સેટિન સિલ્ક અને ઓર્ગેન્ઝા સિલ્કમાંથી તૈયાર કરાયેલું કોર્સેટ-સ્ટાઈલ બ્લાઉઝ પહેર્યું છે. જેને તેણે પેસ્ટલ ગ્રીન કત્થન સિલ્ક બનારસી હેન્ડલૂમ સાડી સાથે પેર કર્યું છે. આ સાડી અને બ્લાઉઝને ‘તિલ્ફી’ (Tilfi) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. પોતાના લુકને વધુ ખાસ બનાવવા માટે સારાએ ‘ગોલૂભાઈ બડાલીયા ડાયમંડ’નો સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ અને મેચિંગ કફ બ્રેસલેટ પહેર્યું છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

કેવો છે સારા તેંડુલકરનો લુક?

સારાએ પોતાના લુકને મિનિમલ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. તેણે વાળને લો બન (અંબોડા)માં બાંધીને આગળ થોડી લટો ખુલ્લી છોડી છે, જે તેના લુકને સોફ્ટ અને ગ્લેમરસ ટચ આપી રહી છે. ત્યાં જ હાથમાં ફૂલોનો ગુલદસ્તો તેના આ સુંદર લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. સચિન તેંડુલકરની પુત્રી કેમેરા સામે એકથી ચડિયાતા સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે.

સારા તેંડુલકરની તસવીરો વાયરલ

સારા તેંડુલકરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના સુંદર સ્મિતે ફેન્સના દિલ જીતી લીધા છે. સારાના રોયલ સાડી લુકના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. તેના આ એલિગન્ટ અંદાજને જોઈને ફેન્સ તેની સુંદરતાની પ્રશંસા કરતા થાકતા નથી.

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ₹66 લાખનું સ્મગલિંગ કરાયેલું સોનું ઝડપાયું: ગોધરાના યુવકની ધરપકડ

આ પણ વાંચો:સાયબર ખતરાઓ વચ્ચે રોજગારની નવી તક, AI અને ક્લાઉડ નિષ્ણાતોની ભારે માંગ

Back to top button