ટ્રેન્ડિંગનેશનલ

મઝહબના નામે રમખાણો… પહેલગામ હુમલાથી આહત બંગાળના સાબિર હુસૈને ઇસ્લામ ધર્મ છોડ્યો

કોલકાતા, 25 એપ્રિલ : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ થયેલો આતંકી હુમલો દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકીઓએ બૈસરનની સુંદર ટેકરીઓનો આનંદ માણી રહેલા નિર્દોષ લોકો પર નિર્દયતાથી ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. માહિતી અનુસાર, આતંકીઓએ લોકોની હત્યા કરતા પહેલા તેમનો ધર્મ પૂછીને ખાતરી કરી હતી. આ બાબતે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દેશના અલગ-અલગ ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પશ્ચિમ બંગાળના એક સ્કૂલ શિક્ષકે મોટું પગલું ભર્યું છે. સાબિર હુસૈન નામના આ વ્યક્તિએ ઇસ્લામ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે.

પહલગામ આતંકી હુમલાથી આહત બદુરિયાના સાબિર હુસૈને ઇસ્લામ છોડવા માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે. સાબિર હુસૈને જણાવ્યું કે હિંસા ફેલાવવા માટે વારંવાર ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. પોતાના નિર્ણય વિશે વાત કરતાં તેમણે કહ્યું, “હું કોઈ ધર્મનું અપમાન નથી કરી રહ્યો. આ મારો અંગત નિર્ણય છે. મેં જોયું છે કે હિંસા ફેલાવવા માટે ધર્મનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. કાશ્મીરમાં આવું ઘણી વખત થયું છે. હવે હું આ સહન નથી કરી શકતો.”

તેમણે આગળ કહ્યું, “હું ફક્ત એક મનુષ્ય તરીકે ઓળખાવા માંગું છું, કોઈ ધાર્મિક ઓળખના કારણે નહીં. તેથી જ હું કોર્ટમાં અરજી કરવા આવ્યો છું.” સાબિરે વધુમાં જણાવ્યું કે પહલગામ જેવી હિંસક ઘટનાઓમાં ધર્મનો ખોટો ઉપયોગ થાય છે. તેમણે કહ્યું, “કોઈને તેના ધર્મના કારણે મારવું કેવી રીતે યોગ્ય હોઈ શકે? આ મને ખૂબ દુઃખ પહોંચાડે છે.”

હુસૈને વધુમાં જણાવ્યું કે તેઓ એવી દુનિયામાં રહેવા નથી માંગતા જ્યાં બધું ધર્મની આસપાસ ફરતું હોય. તેમણે કહ્યું, “આજકાલ બધું ધર્મની આસપાસ ફરતું લાગે છે. હું એવી દુનિયામાં રહેવા નથી માંગતો.” સાબિર હુસૈનના જણાવ્યા અનુસાર, તેમણે આ નિર્ણય સ્વતંત્ર રીતે લીધો છે અને કહ્યું કે તેમની પત્ની અને બાળકો જે પણ માર્ગ પસંદ કરે, તેમને તે પૂરી સ્વતંત્રતા આપશે.

Russia Ukraine War: મોસ્કોમાં મોટો હુમલો, બોમ્બ વિસ્ફોટથી પુતિનના જનરલની હત્યા

IPL 2025/ પાવરપ્લેમાં કઈ ટીમે માર્યા સૌથી વધુ સિક્સર, ટોચ પર આ નામ; તમે ચોંકી જશો

બિટકોઈન ₹8 કરોડ અને 10 ગ્રામ સોનું ₹8.8 લાખ થશે – જાણો જાણો કોણે કરી મોટી આગાહી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારીઓ તેજ, 23 એપ્રિલથી શરુ થશે વાતચીત

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button