IPL 2025/ પાવરપ્લેમાં કઈ ટીમે માર્યા સૌથી વધુ સિક્સર, ટોચ પર આ નામ; તમે ચોંકી જશો

મુંબઈ, 25 એપ્રિલ : ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત સૌથી ખરાબ છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં તો સૌથી નીચે છે જ, પાવરપ્લેમાં સિક્સર મારવાના મામલે પણ ચેન્નાઈ સૌથી નીચે છે. ચેન્નાઈના નામે આઈપીએલ પાવરપ્લેમાં માત્ર પાંચ સિક્સર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ, ખાસ કરીને તેના ઓપનર્સ,ને સૌથી ખતરનાક માનવામાં આવે છે. પરંતુ આ સિઝનમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીને કોઈની નજર લાગી ગઈ છે. આ બંનેએ રમત તો બતાવી, પરંતુ ટુકડે-ટુકડે. તેની અસર પાવરપ્લેમાં એસઆરએચની સિક્સર હિટિંગ પર પણ જોવા મળી. એસઆરએચ 12 સિક્સર સાથે નવમા નંબરે છે.
દિલ્લી કેપિટલ્સ આઈપીએલ 2025માં અત્યાર સુધીની બીજી સૌથી સફળ ટીમ છે. આ ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જો કે, પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સરની વાત કરીએ તો દિલ્લી 15 સિક્સર સાથે આઠમા નંબરે છે. ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ આ સિઝનના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે આ ટીમ સાતમા નંબરે છે. જીટીના બેટ્સમેનોએ અત્યાર સુધી પાવરપ્લેમાં કુલ 17 સિક્સર માર્યા છે.
આરસીબીનો અંદાજ પણ આઈપીએલ 2025માં બદલાયેલો જોવા મળી રહ્યો છે. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે શાનદાર રમત બતાવી છે. પાવરપ્લેમાં તેના બેટ્સમેન કોઈ પણ પ્રકારની રહેમ નથી બતાવી રહ્યા. 21 સિક્સર સાથે આ ટીમ છઠ્ઠા નંબરે છે.
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમના કેપ્ટન ઋષભ પંત બેટથી કોઈ કમાલ બતાવવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. જો કે, તેમની ટીમે ચોક્કસપણે કમાલ બતાવ્યો છે અને આ સિઝનના પાવરપ્લેમાં અત્યાર સુધી 23 સિક્સર માર્યા છે. આમ, એલએસજી યાદીમાં પાંચમા નંબરે છે.
આ સિઝનમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનો ફોર્મમાં છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબનું પ્રદર્શન ઘણું નિખર્યું છે. આઈપીએલ 2025ના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે આ ટીમ ચોથા નંબરે છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર મારનારી ટીમોમાં ત્રીજા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે આ દરમિયાન કુલ 26 સિક્સર માર્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર્સે પણ પાવરપ્લેમાં ખૂબ ધમાલ મચાવી છે. આ ઓપનર્સની જોરદાર બેટિંગનું પરિણામ છે કે કેકેઆરે પાવરપ્લેમાં 29 સિક્સર માર્યા છે. આમ, આ ટીમ બીજા નંબરે છે.
અંતમાં વાત કરીએ તે ટીમની જેણે આઈપીએલ 2025ના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર માર્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ ભલે પોઈન્ટ ટેબલમાં ખસીને આઠમા નંબરે આવી ગઈ હોય, પરંતુ પાવરપ્લેમાં તેણે સૌથી વધુ 37 સિક્સર માર્યા છે.
બિટકોઈન ₹8 કરોડ અને 10 ગ્રામ સોનું ₹8.8 લાખ થશે – જાણો જાણો કોણે કરી મોટી આગાહી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારીઓ તેજ, 23 એપ્રિલથી શરુ થશે વાતચીત
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં












