ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Russia Ukraine War: મોસ્કોમાં મોટો હુમલો, બોમ્બ વિસ્ફોટથી પુતિનના જનરલની હત્યા

મોસ્કો, 25 એપ્રિલ : રશિયાની રાજધાની મોસ્કોમાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ ધડાકામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વરિષ્ઠ જનરલની કથિત રીતે હત્યા કરવામાં આવી છે. જ્યારે કારમાં વિસ્ફોટ થયો ત્યારે 59 વર્ષીય રશિયન લેફ્ટનન્ટ જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. વિસ્ફોટના કારણે કાર ઘણા મીટર હવામાં ઉછળી ગઈ. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળેથી IEDનો ઉપયોગ થયો હોવાના પુરાવા મળ્યા છે.

વિસ્ફોટમાં 2 લોકો ઘાયલ
રશિયન કટોકટી સેવાઓનું કહેવું છે કે મળી આવેલા વિસ્ફોટકોની શક્તિ 300 ગ્રામથી વધુ ટીએનટીની સમકક્ષ હતી. આ ધડાકામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયન મીડિયાનું કહેવું છે કે સ્થાનિક લોકોએ અન્ય ઘણા વિસ્ફોટોના અવાજો પણ સાંભળ્યા છે. મોસ્કાલિક રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના મુખ્ય સંચાલન નિદેશાલયના ઉપ-પ્રમુખ હતા.

 

ઈમારતોની બારીઓ તૂટી
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ વિસ્ફોટ કોણે કર્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસની ઈમારતોની બારીઓ પણ તૂટી ગઈ. આ ઘાતક હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ પુતિન સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા સાથે વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે વિટકોફ મોસ્કોમાં છે.

૧૫ હજાર મુસાફરોએ શ્રીનગરની ફ્લાઇટ ટિકિટ રદ કરી અથવા ફરીથી શેડ્યૂલ કરી, પહેલગામમાં થયેલા હુમલાની પર્યટન પર મોટી અસર

બિટકોઈન ₹8 કરોડ અને 10 ગ્રામ સોનું ₹8.8 લાખ થશે – જાણો જાણો કોણે કરી મોટી આગાહી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારીઓ તેજ, 23 એપ્રિલથી શરુ થશે વાતચીત

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button