ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રિંકૂ સિંહના લાંબા-લાંબા છગ્ગાનું શું છે રહસ્ય? મેચ દરમિયાન કંઈક એવું થયું કે ચાહકોને મળી ગયો જવાબ!

Rinku Singh: ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન રિંકૂ સિંહ હાલમાં યુપી ટી20 લીગ 2026 (UP T20 League 2026) માં મેરઠ માવેરિક્સ (Meerut Mavericks) તરફથી રમીને ધમાલ મચાવી રહ્યા છે. કેપ્ટન તરીકે રમી રહેલા રિંકૂએ આ સીઝનમાં ટીમ માટે અનેક તોફાની ઈનિંગ્સ રમી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમનો એક રમુજી વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મેદાન પર ફેન સાથે મજાક-મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મેદાન પર ફેને પૂછ્યું પાવરનું સિક્રેટ

વાયરલ વીડિયો લખનૌના એકાના સ્ટેડિયમનો છે, જ્યાં મેરઠ માવેરિક્સ અને કાનપુર સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો હતો. મેચ દરમિયાન રિંકૂ સિંહ બાઉન્ડ્રી લાઈન પાસે ફીલ્ડીંગ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેન્ડ્સમાં બેઠેલા એક ચાહકે મોટેથી બૂમ પાડીને પૂછ્યું, “રિંકૂ ભાઈ! આટલા લાંબા-લાંબા શોટ્સ લગાવો છો, પાવર ક્યાંથી આવે છે?” ફેને વધુમાં રમુજી માંગ કરતા કહ્યું કે, “તમારા બાઈસેપ્સ બતાવો!”

આ પણ વાંચોઃ શ્રાવણ પૂનમ 2026: 27 કે 28 ઓગસ્ટ, શ્રાવણ પૂર્ણિમાનું વ્રત ક્યારે રખાશે? જાણો સાચી તિથિ અને મુહૂર્ત

રિંકૂએ મેદાન વચ્ચે બતાવ્યા બાઈસેપ્સ

રિંકૂ સિંહે ફેનની આ વાત તરત જ માની લીધી અને હસતા હસતા પોતાની ટી-શર્ટની સ્લીવ ઉપર કરીને પોતાના બાઈસેપ્સ બતાવ્યા હતા. રિંકૂનો આ અંદાજ જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને જોર-જોરથી શોર મચાવવા લાગ્યા હતા.

10 બોલમાં ફટકાર્યા 30 રન

બાઉન્ડ્રી પર ફેનને બાઈસેપ્સ બતાવનારા રિંકૂએ બેટિંગ કરતી વખતે પણ પોતાની તાકાત બતાવી હતી. વરસાદના કારણે આ મેચ 5-5 ઓવરની કરવામાં આવી હતી. મેરઠની ટીમ માત્ર 29 રન પર 2 વિકેટ ગુમાવી ચૂકી હતી અને તેમને એક ઝડપી ઈનિંગની જરૂર હતી. ક્રીઝ પર આવતાની સાથે જ રિંકૂએ માત્ર 10 બોલમાં 4 ગગનચુંબી છગ્ગાની મદદથી 30 રન ઝૂડી કાઢ્યા હતા. આ તોફાની રમતની મદદથી મેરઠની ટીમે આ મેચ પોતાના નામે કરી લીધી હતી.

આ પણ વાંચોઃ અમેરિકામાં ₹1 કરોડની સેલેરી છતાં બચત ઓછી? NRIએ કહ્યું- ભારતમાં ₹25 લાખમાં વધારે બચાવતો હતો

Back to top button