ટ્રેન્ડિંગમનોરંજન

પ્લેન ક્રેશ બાદ રવીના ટંડને એર ઈન્ડિયાથી ઉડાન ભરી, ભાવુક થઈને કહ્યું, નવી શરૂઆત

  • રવીના ટંડને સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે

16 જૂન, 2025, મુંબઈઃ તાજેતરમાં અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ પછી અભિનેત્રી રવિના ટંડને તે જ એરલાઈન્સમાં વિશ્વાસ દર્શાવ્યો અને સોમવારે એર ઈન્ડિયામાં ઉડાન ભરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે અને હવાઈ મુસાફરીનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. તેણે પોતાની યાત્રાને ‘નવી શરૂઆત’ ગણાવી છે.

રવિના ટંડને એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરી હતી

સોમવારે એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કર્યા પછી, રવિનાએ ઈન્સ્ટાગ્રામ પર વિમાનની અંદરની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું છે, નવી શરૂઆત… બધી મુશ્કેલીઓ છતાં ફરીથી ઉડાન ભરી અને મજબૂત બની. મુસાફરોનું મૌન અને ક્રૂના સ્મિતમાં ઉદાસી છવાયેલી હતી. મુસાફરો અને ક્રૂમાં ચૂપચાપ સંવેદનાઓ દેખાઈ રહી હતી.”

રવિનાએ પોતાની પોસ્ટમાં અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લખ્યું છે કે પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ એક એવો ઘા છે જે ક્યારેય નહીં રુઝાય. એર ઈન્ડિયાને ફરી નિર્ભયતાથી ઊભા રહેવાની ભાવના સાથે શુભકામનાઓ. જય હિંદ.

જોકે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે રવિનાની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી અને એર ઈન્ડિયાને ટેકો આપવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રવીના પહેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ એર ઈન્ડિયા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. એક પોસ્ટમાં તેમણે એર ઈન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા અને લખ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય એર ઈન્ડિયામાં મુસાફરી નહીં કરે.

આ પણ વાંચોઃ પ્રભાસની The Raja Saab નું ધમાકેદાર ટીઝર રીલીઝ, ફેન્સે કટઆઉટને દુધથી નવડાવ્યો, ડાન્સ કરી કરી ઉજવણી, જુઓ વીડિયો

Back to top button