ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર-આલિયા મહાકાલના દર્શન કર્યા વગર ફર્યા પરત

એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 6 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉજ્જૈન આવ્યાં હતાં. જોકે હિંદુ સંગઠનોના વિરોધને કારણે તેઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યાં હતાં. તેમની સાથે આવેલા ડિરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન તથા પૂજા કરી હતી. હિંદુ સંગઠને કાળા ઝંડા બતાવ્યા હતા.

માત્ર ડિરેક્ટર અયાન મુખર્જીએ કરી પૂજા

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી ઉજ્જૈન આશીર્વાદ લેવા આવ્યાં હતાં, પરંતુ મંદિરમાં વિરોધ અને હોબાળો થવા લાગ્યો, જેના કારણે તેઓ દર્શન કર્યા વગર પરત ફર્યા. આ દરમિયાન રસ્તામાં ઉજ્જૈનના કલેક્ટરનો ફોન આવ્યો હતો. આશિષ સિંહ અને અયાન મુખર્જી મિત્રો છે. ત્રણેય ઉજ્જૈન કલેક્ટરના બંગલે ગયા હતા. હોબાળો શાંત થયા બાદ માત્ર ડિરેક્ટર અયાને મંદિરમાં જઈ દર્શન કર્યા હતા. આલિયા પ્રેગ્નન્ટ હોવાથી તેને ધક્કો વાગી ન જાય એવા ડરથી તે મંદિરે ન ગઈ અને પછી રણબીર પણ ન ગયો.

Alia Bhatt, Ranbir Kapoor
Alia Bhatt, Ranbir Kapoor

પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

રણબીર-આલિયા મંદિરે આવવાનાં છે એવા સમાચાર મળતાં જ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ મંદિરની બહાર કાળા ઝંડા સાથે ભેગા થઈ ગયા હતા. જોકે પોલીસે હળવો લાઠી ચાર્જ કરીને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને ભગાડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે રણબીરે ભૂતકાળમાં કહ્યું હતું કે તેને બીફ (ગૌમાંસ) પસંદ છે, આથી બીફ ખાતા લોકોને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપી શકાય?

11 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ

‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ પહેલા રણબીરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક્ટરે કહ્યું હતું કે તેને બીફ પસદ છે. આ ઈન્ટરવ્યુ રણબીરે 2011માં આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને મટન, પાયા, બીફ, રેડ મીટ પસંદ છે. તેને બીફ ઘણું જ ભાવે છે.’ જોકે એવો દાવો કરવામાં આવે છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

Back to top button