ટ્રેન્ડિંગધર્મવિશેષ

રક્ષાબંધન પર રહેશે ચંદ્રગ્રહણનું છાયા? જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને સુતક કાળનું સત્ય

Raksha Bandhan 2026 Date: આ વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. વળી, જ્યારે આ ચંદ્રગ્રહણ સમાપ્ત થશે ત્યાં સુધીમાં શ્રાવણ પૂર્ણિમાની તિથિ પણ પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ અને બહેનોમાં એ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે ચંદ્રગ્રહણના દિવસે રક્ષાબંધન કેવી રીતે ઉજવવું? આ અસમંજસને દૂર કરવા માટે પંચાંગની ગણતરી અને શાસ્ત્રોના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

રક્ષાબંધન ક્યારે છે?

હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સવારે 9:48 વાગ્યા સુધી રહેશે. ઉદયાતિથિના નિયમ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

ચંદ્રગ્રહણ ક્યારે લાગશે?

રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ સવારના સમયે જ ચંદ્રગ્રહણ લાગશે. આ ચંદ્રગ્રહણ સવારે 6:55 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થશે. તે દિવસે શ્રાવણ પૂર્ણિમા તિથિ સવારે 9:48 વાગ્યા સુધી જ વિદ્યમાન છે.

શું ચંદ્રગ્રહણમાં રક્ષાબંધન ઉજવી શકાશે?

સામાન્ય રીતે ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા-પાઠ કરવામાં આવતા નથી. ગ્રહણનો સુતક કાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા જ લાગી જતો હોય છે.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દૃશ્યમાન (દેખાશે) થશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોના નિયમ અનુસાર જે ગ્રહણ પોતાના વિસ્તારમાં દેખાતું ન હોય, તેનો સુતક કાળ માન્ય ગણાતો નથી. તેથી સુતક કાળ લાગશે નહીં અને તમે કોઈ પણ દોષ કે ભય વિના બેફિકર થઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકો છો.

રક્ષાબંધનનું શુભ મુહૂર્ત 2026

આ વર્ષે રક્ષાબંધન પર ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે 5:57 વાગ્યાથી લઈને સવારે 9:48 વાગ્યા સુધીનું શુભ મુહૂર્ત રહેશે. બહેનોને રાખી બાંધવા માટે આશરે 4 કલાકનો શ્રેષ્ઠ સમય પ્રાપ્ત થશે. શ્રાવણ પૂર્ણિમા તિથિ સવારે 9:48 વાગ્યા સુધી જ હોવાથી આ સમયગાળામાં રાખી બાંધવી સૌથી ઉત્તમ ગણાશે.

ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?

આ ચંદ્રગ્રહણ યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા તેમજ પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળશે. ભારતમાં તે સમયે દિવસનો સમય હોવાના કારણે આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે નહીં.

આ પણ વાંચોઃ Health Tips : સવારની શરૂઆત કરો આમળાંના આ 4 ડ્રિંક્સથી

આ પણ વાંચોઃ ચીનમાં ઉભો થયો વિચિત્ર ધંધો, માહિતી લીક કરીને કમાણી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button