13 વર્ષમાં 250 કરોડનું નુકસાન… SCમાં રાજપાલ યાદવની પીડા, કેસ પર જ બનાવશે ફિલ્મ

Rajpal Yadav Supreme Court Case: બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પોતાની લાંબી કાનૂની અને આર્થિક લડત અંગે ખુલીને વાત કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંત સમક્ષ રજૂઆત કરતાં રાજપાલ યાદવે દાવો કર્યો કે છેલ્લા 13 વર્ષમાં તેમને આશરે 250 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલું જ નહીં, તેમણે પોતાના સંઘર્ષ પરથી નવી ફિલ્મનું નામ પણ જાહેર કરી દીધું છે અને તે છે સોલહ સાવન ઝેલ કે.
13 વર્ષમાં 250 કરોડનું નુકસાન
7 ઓક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં ચેક બાઉન્સ કેસની સુનાવણી દરમિયાન એક સમયે વાતાવરણ થોડું હળવું બની ગયું હતું. રિપોર્ટ મુજબ CJI સૂર્યકાંતે રાજપાલ યાદવને પૂછ્યું કે તેઓ કંઈ નવી ફિલ્મ બનાવી રહ્યા છે કે નહીં. તેના જવાબમાં રાજપાલ યાદવે પોતાના ફિલ્મી કરિયર અને આર્થિક નુકસાનની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ લગભગ 250 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 13 વર્ષમાં લગભગ 250 કરોડ રૂપિયાનું નુકસાન સહન કર્યુ છે.
અતા પતા લાપતામાં ડૂબ્યા 17 કરોડ
રાજપાલ યાદવે કોર્ટમાં પોતાની 2012ની ફિલ્મ અતા પતા લાપતાનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં તેમના લગભગ 17 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. તેમણે દાવો કર્યો કે ફિલ્મ લગભગ 1,200 થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે રિલીઝને ભારે અસર થઈ. રાજપાલે કહ્યું કે 5 કરોડ રૂપિયાનો વિવાદ તેમના માટે ઘણો મોટો આર્થિક અને વ્યાવસાયિક ફટકો સાબિત થયો.
WHEN THE COURTROOM SPEAKS BEYOND LAW
When CJI Surya Kant reportedly told Rajpal Yadav, “Koi nayi movie banao,” the moment instantly travelled beyond the courtroom.
But beneath the humour lies a harder truth: a court case may involve a celebrity, but justice cannot become celebrity theatre.
The Bench may speak lightly.
The law must still speak precisely.
A courtroom can smile—but its final language must always be law, reason and due process.Because in a constitutional court, personality may create the headline; principle must decide the case.
#RajpalYadav #CJISuryaKant #SupremeCourt #SupremeCourtOfIndia #RuleOfLaw #DueProcess #Constitution #LegalNews #Courtroom #NKGoswami
— Narendra Goswami (@NarendraGoswami) October 7, 2026
આ તો મર્ચન્ટ ઓફ વેનિસ જેવો કેસ છે
રાજપાલ યાદવે પોતાના કેસને મર્ચન્ટ ઓફ વેનિસ જેવી પરિસ્થિતિ ગણાવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે મૂળ વિવાદની રકમ 5 કરોડ રૂપિયા હતી, પરંતુ તેમના મતે આ કેસના કારણે તેમને તેના કરતાં અનેકગણું મોટું નુકસાન થયું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે 2012માં તેઓ રકમ પરત કરવા તૈયાર હતા, છતાં મામલો લાંબો ખેંચાતાં તેમનું બ્રાન્ડિંગ, કમાણી અને પ્રતિષ્ઠા ત્રણેયને અસર થઈ.
16 વર્ષમાં મારી બ્રાન્ડિંગ બગડી ગઈ
અભિનેતાએ કોર્ટમાં કહ્યું કે વર્ષો સુધી ચાલેલી કાનૂની લડતથી માત્ર નાણાકીય નુકસાન જ નહીં, પરંતુ તેમની જાહેર છબી અને બ્રાન્ડ પર પણ અસર થઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે 2010થી 2026 સુધીનો સમય તેમના માટે ભારે સંઘર્ષભર્યો રહ્યો છે. તેમણે દાવો કર્યો કે લાંબા વિવાદે તેમની કારકિર્દીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
CJIએ કહ્યું, સારી ફિલ્મ બનાવો અને લોકોને એન્ટરટેઇન કરો
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે રાજપાલ યાદવને સારી ફિલ્મ બનાવી લોકોને ફરી એન્ટરટેઇન કરવાની વાત કહી. આ પછી રાજપાલ યાદવે તરત જ પોતાની આવનારી ફિલ્મ માટે વિચારેલું નામ જાહેર કર્યું. તેમણે કહ્યું કે 2010થી 2026 વચ્ચે તેમના જીવનમાં જે બન્યું તેના પરથી ફિલ્મનું નામ તેમણે સોલહ સાવન ઝેલ કે વિચાર્યું છે. એટલે કે 16 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષને તેઓ હવે પડદા પર કહાનીના સ્વરૂપમાં રજૂ કરવા માંગે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
આ જ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાકી રકમ ચૂકવવા માટે રાજપાલ યાદવ દ્વારા પૂર્વજોની મિલકત વેચવાના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. રિપોર્ટ મુજબ તેમણે તાત્કાલિક 2 કરોડ રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા દર્શાવી હતી. તેમાં 1.15 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 85 લાખ રૂપિયા મિલકતના સંભવિત ખરીદદાર દ્વારા 12 ઓક્ટોબર સુધી ચૂકવવાના હોવાનું જણાવાયું હતું. બાકી રકમ માટે ચુકવણીનું શેડ્યૂલ નક્કી કરવાની વાત પણ કોર્ટ સમક્ષ નોંધાઈ હતી.












