કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટને મળશે નવી ૭ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ, આ રૂટ પર દોડશે

રાજકોટ, તા. 21 ઓગસ્ટ, 2025: રાજ્યની પ્રજાને મુસાફરી દરમ્યાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦ એ.સી. પ્રીમિયમ લકઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવામાં આવનાર છે. જે પૈકી ૦૭ બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. જેનું તા. ૨૨/૦૮/૨૦૨૫, ને શુક્રવારના રોજ સાંસદ પુરુષોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા અન્ય મહાનુભાવોના હસ્તે એસ.ટી. બસ પોર્ટ ખાતે સવારે ૧૦ કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાશે.

રાજકોટ બસ પોર્ટ ખાતેથી શરુ થનાર નવી બસ સેવાઓમાં રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. ૩૦૪ (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ.૫૪૪ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) તેમજ રાજકોટથી દીવનું ભાડું રૂ.૫૭૯ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) રહેશે. તે જ રીતે આ રૂટ પર રીટર્ન મુસાફરી ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચોઃ કેરળ યુવા કોંગ્રેસના અધ્યક્ષે કેમ આપ્યું રાજીનામું? કારણ જાણીને ચોંકી જશો

Back to top button