ટ્રેન્ડિંગનેશનલ

કેરળ યુવા કોંગ્રેસના અધ્યક્ષે કેમ આપ્યું રાજીનામું? કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્હી, તા. 21 ઓગસ્ટ, 2025: કેરળમાં મલયાલમ ફિલ્મોની અભિનેત્રી રિની એન જ્યોર્જે કોંગ્રેસ પાર્ટીના એક નેતા પર ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. આ આરોપોના એક દિવસ બાદ કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ મમકૂટાથીલે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, તેઓ કેરળ વિધાનસભામાં પલક્કડ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા રહેશે.

અભિનેત્રી રિની એન જ્યોર્જે બુધવારે આરોપ લગાવ્યો હતો કે એક યુવા રાજનેતા સાથે તેમનો અનુભવ સારો નહોતો. આ નેતા ટીવી ચેનલો પર સક્રિય રહે છે અને આંદોલનોમાં સૌથી આગળ હોય છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે આ નેતા સાથે તેમની મિત્રતા સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી, અને તેણે તેમને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. ઉપરાંત એક હોટલના રૂમમાં બોલાવી હતી. જોકે, તે સમયે તેમણે નેતાનું નામ જણાવ્યું નહોતું, પરંતુ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે જે નેતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય રાહુલ મમકૂટાથીલ હોઈ શકે છે. રાહુલ મમકૂટાથીલ ગયા વર્ષે કેરળની પલક્કડ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. તેમણે શરૂઆતમાં આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

અભિનેત્રીના આરોપો પર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી. સતીશને મીડિયાને કહ્યું, પાર્ટી આ આરોપોની તપાસ કરશે અને નેતાના હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કડક કાર્યવાહી કરશે. જો કોઈ કોંગ્રેસ નેતા આ ઘટનામાં સામેલ હશે, તો પાર્ટી કડક પગલાં લેશે. હું આ સંબંધમાં પહેલ કરીશ. કાર્યવાહી કરવામાં કોઈ વિલંબ થયો નથી.

દબાણ વધતાં રાહુલે આપ્યું રાજીનામું

અહેવાલ મુજબ, દબાણ વધતાં રાહુલ મમકૂટાથીલને યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પથાનામથિટ્ટામાં રાહુલે મીડિયાને કહ્યું, હું દેશની ન્યાય વ્યવસ્થાનું સન્માન કરું છું. તે મારી ગાઢ મિત્ર છે અને તેમણે આરોપમાં મારું નામ લીધું નહોતું. તે હજુ પણ મારી ગાઢ મિત્ર છે અને મારું માનવું છે કે આરોપ મારી વિરુદ્ધ નહોતા. કેટલાક મીડિયા ગૃહોએ એવા સમયે આરોપ લગાવ્યા છે જ્યારે માકપા સરકાર વિવિધ આરોપોનો સામનો કરી રહી છે. આ આરોપોએ કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતની સહકારિતા શક્તિ: ગામડાથી વૈશ્વિક બજાર સુધી ડેરી વિકાસની ગાથા

 

Back to top button