રાજકોટ: ટેકાના ભાવે ખરીદેલી રૂપિયાથી 31 લાખ વધુની મગફળીની ચોરી

- ગોડાઉનમાંથી મગફળની 1212 બોરીઓ ચોરાયા બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
- સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે
- ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે: કૃષિમંત્રી
રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024માં જેતપુરના ગોડાઉનમાંથી મગફળની 1212 બોરીઓ ચોરાયા બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી
જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી 1212 મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 31.64 લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો.
ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે
સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.’
વેરહાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી
મગફળીની ચોરી મામલે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેરહાઉસમાં 6-6 મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા.
આ પણ વાંચો: સુરત: આરોગ્ય વિભાગનો સપાટો, અયોગ્ય ખાધ સામગ્રી પર વેપારીઓના દંડની રકમ જાણી ચોંકી જશો












