ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

તહેવારમાં માતમ: રાજકોટમાં મેટોડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત

રાજકોટ, 04 માર્ચ 2026: રાજકોટમાંથી એક ગમખ્વાર અકસ્માતનો દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ગત રોજ રાજકોટમાં મોડી રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ બે સગા ભાઈઓ અને એક શ્રમિક મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે.

ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલી મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રિના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.

આ પણ વાંચો: હોળી પ્રગટાવવા માટે આખું ઝાડ કાપી ટ્રેનમાં બાંધીને લઈ ગયા, 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Back to top button