IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજસ્થાનની ધમાકેદાર જીત: મુંબઈને 27 રને હરાવી 3 મેચમાં 3 જીત સાથે ટોચ પર

Rajasthan’s big win: મંગળવારે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું.   13મા મુકાબલામાં વરસાદના કારણે મેચ 11-11 ઓવર્સ સુધી મર્યાદિત રહ્યો હતો. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 11 ઓવરમાં 3 આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે શાનદાર જીત મેળવી છે. ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા  વિકેટે 150 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટે 123 રન જ બનાવી શકી હતી.

આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ સતત ત્રીજી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. ટીમના ખાતામાં હવે 6 પોઈન્ટ છે અને નેટ રન રેટ 2.403 છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ હાલ 7મા સ્થાને છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વરસાદના કારણે મેચ મોડો શરૂ થયો હતો અને પ્રથમ બોલ રાત્રે 10:10 વાગ્યે ફેંકાયો હતો. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત આપી હતી. બંનેએ 5 ઓવરમાં 80 રનની ભાગીદારી કરી હતી. વૈભવે 14 બોલમાં 39 રન બનાવ્યા હતા જેમાં 5 છગ્ગા સામેલ હતા.

યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં 77 રન બનાવ્યા અને નોટઆઉટ રહ્યા. તેમની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેમણે કેપ્ટન રિયાન પરાગ અને શિમરોન હેટમાયર સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને 150 સુધી પહોંચાડી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી નહોતી અને ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. 46 રન સુધી પહોંચતા પહેલા જ 5 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ શરફેન રધરફોર્ડ અને નમન ધીરે 17 બોલમાં 47 રનની ભાગીદારી કરી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. બંનેએ 25-25 રન બનાવ્યા હતા.

રાજસ્થાન તરફથી નાંદ્રે બર્ગર, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઇએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે જોફ્રા આર્ચર અને તુષાર દેશપાંડેને 1-1 સફળતા મળી હતી.

કુલ મળીને વરસાદથી પ્રભાવિત આ મેચમાં રાજસ્થાન રોયલ્સે દરેક વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરીને જીત મેળવી અને આઈપીએલ 2026માં પોતાની મજબૂત દાવેદારી સાબિત કરી છે.

આ પણ વાંચો : અમેરિકા-ઇરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ, ટ્રમ્પે હુમલા રોક્યા, ઇઝરાયેલ પણ સહમત

Back to top button