ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

જેને લોહ પુરુષ માનતા હતા… રાજ ઠાકરેએ હવે સરદાર પટેલને નિશાન બનાવ્યા, જુઓ વીડિયો

અમદાવાદ/મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી વિવાદના મુદ્દે સક્રિય રહેતા મનસે ચીફ રાજ ઠાકરેના નવા નિવેદનથી મોટો રાજકીય વિવાદ ઊભો થઈ શકે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરની સભામાં કહ્યું હતું કે, મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવો કેટલાક ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓએ કર્યો હતો. તેમણે કહ્યું આચાર્ય અત્રેનું પુસ્તક વાંચતી વખતે મને એ જાણીને આશ્ચર્ય થયું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવાનું પહેલું નિવેદન વલ્લભભાઈ પટેલનું જ હતું. વલ્લભભાઈએ કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવામાં આવશે નહીં. વલ્લભભાઈ પટેલને આપણે અત્યાર સુધી લોહપુરુષ માનતા હતા. રાજ ઠાકરેના નિવેદન પર પાટીદાર નેતાઓએ પલટવાર કર્યો છે. જેમાં તેમણે રાજ ઠાકરેને ચેતવણી પણ આપી છે.

રાજ ઠાકરે અહીં જ અટક્યા નહીં. તેમણે આગળ કહ્યું કે, જ્યારે પણ મહારાષ્ટ્રમાં કોઈ આંદોલન થયું, ત્યારે મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. આ લોકો ઘણા વર્ષોથી મુંબઈ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરારજી દેસાઈનો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડ ગુજરાતનો એક ભાગ છે. બોમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન ભાષાના આધારે થયું હતું. આ માટે મોટું આંદોલન થયું હતું. મીરા ભાયંદરની સભામાં આપવામાં આવેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. રાજ ઠાકરેના નિવેદન પર ગુજરાતના પાટીદાર સમાજમાં આક્રોશ ભડકી શકે છે.

નિવેદન પર વધી શકે છે વિવાદ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના સર્વેસર્વા રાજ ઠાકરેએ મીરા ભાયંદરની સભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેને તેમના ‘પટક-પટક મારેંગે’ વાળા નિવેદન પર જવાબ આપ્યો હતો. ઠાકરેએ કહ્યું હતું કે, “તમે મુંબઈ આવો… અહીં લોકો તમને ડુબાડી-ડુબાડીને મારશે,” પરંતુ લોહપુરુષ સરદાર પટેલ પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઊભો થઈ શકે છે. રાજ ઠાકરે એવા નેતાઓમાં સામેલ છે જેઓ હજુ સુધી ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા નથી. ગુજરાતમાં પાટીદાર આંદોલનના પ્રણેતા રહેલા સરદાર પટેલ ગ્રુપ (SPG) ના વડા લાલજી પટેલે રાજ ઠાકરેના નિવેદન પર પલટવાર કર્યો હતો. પટેલે કહ્યું કે, તમે (રાજ ઠાકરે) સરદાર પટેલનું અપમાન કર્યું. રાજ ઠાકરે, તમારા પર કડક કાર્યવાહી કરાશે. લાલજી પટેલ SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. રાજ ઠાકરેના નિવેદનનો અલ્પેશ કથીરિયાએ પણ વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકી મીડિયા સામે પાયલટ ફેડરેશન નારાજઃ માફી માગો અથવા બદનક્ષી કેસનો સામનો કરવાની આપી ચીમકી

Back to top button