ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું, ‘માફી નહીં માંગુ’

Text To Speech

રાહુલ ગાંધી પર જે પૂર્ણેશ 2019માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જે ને લઈને રાહુલ ગાંધીએ પોતાનું સંસદ સભ્ય પદ પણ ગુમાવ્યું છે. હવે રાહુલ ગાંધીએ પૂર્ણેશ મોદીના જવાબ પર એફિડેવિટ ફાઈલ કરી છે.

મોદી સરનેમને લઈને જે પૂર્ણેશ મોદીએ જે માનહાનિનો કેસ કર્યો હતો તેને લઈને રાહુલ ગાંધીએ પોતાની અરજી પર 4 ઓગસ્ટની જે સુનાવણી થવા જઈ રહી છે તેને લઈને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. તેમણે આજે એટલે કે 2 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. તેમાં સફળતા મળવાની સંભાવના છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈએ. પૂર્ણેશ મોદીએ તેમનું નિવેદન સીધું સાંભળ્યું ન હતું. મારા કેસને અપવાદ તરીકે જોતાં રાહત આપવી જોઈએ.

પૂર્ણેશ મોદીએ શું કર્યો દાવો?

મોદી સરનેમ માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તેમની દોષિત ઠરાવ પર રોક લગાવવાની માંગ કરી છે અને 4 ઓગસ્ટે સુનાવણી થવાની છે.

રાહુલ ગાંધીએ એફિડેવિટમાં શું કહ્યું?

રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈપણ જનપ્રતિનિધિને કોઈપણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.

આ પણ વાંચો: 67% ભારતીયો ચીન વિશે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે: આંતરરાષ્ટ્રીય સર્વે

Back to top button