‘વોટ ચોરી કરનારને દેશમાંથી ભાગવા નહીં દઇએ…’ રામલીલા મેદાનથી રાહુલ ગાંધીનો હુંકાર

Rahul Gandhi INDIA Alliance Rally Delhi: દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ‘INDIA’ ગઠબંધનની મહારેલી દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા, બંધારણની રક્ષા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ તીખા તેવર અપનાવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રેલીમાં ઉમટેલા લાખો લોકોનો આભાર માનતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “તમે બધા અહીં દૂર-દૂરથી આવ્યા છો. તમે દેશને, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. આ કોઈ એક રાજકીય પક્ષ કે માત્ર નેતાઓની આવાજ નથી, પરંતુ ભારતના યુવાનો, ખેડૂતો અને મજૂરોની સંયુક્ત આવાજ છે.”
“2024 ની ચૂંટણી પછી 11.53 કરોડ વોટરોના નામ કાપવામાં આવ્યા”
ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, દેશમાં વર્ષોથી વોટ ચોરી થઈ રહી છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 2024 ની લોકસભા ચૂંટણીમાં વોટ ચોરી કરવામાં આવી છે. EVM ઉપરાંત વોટર લિસ્ટમાંથી નામ હટાવીને અને નવા નામ જોડીને આ ગરબડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 2027માં ભાજપને એવી વિદાય આપીશું કે પાછા નહીં ફરી શકે: અખિલેશ યાદવનો લલકાર
આંકડાઓનો હવાલો આપતા તેમણે કહ્યું, “2024 ની ચૂંટણી પછી 11.53 કરોડ વોટર્સને લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા. એટલે કે દર 7 માંથી 1 વોટરને લિસ્ટમાંથી હટાવી દેવાયો છે. ચૂંટણીમાં NDA અને અમારી વચ્ચે માત્ર 3 ટકાનો તફાવત હતો, જ્યારે ત્યારબાદ 15 ટકા વોટર્સને હટાવી દેવાયા. આનો સીધો અર્થ એ છે કે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ધાંધલી થઈ છે.”
મુખ્ય ચૂંટણી કમિશનર પર આકરા પ્રહાર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્ઞાનેશ કુમારે પોતાના પદ પરથી હટવું પડશે અને તેમણે જેલ જવું પડશે. આ કોઈ નાની-મોટી ચોરી નથી, પરંતુ દેશના દરેક નાગરિકના લોકતાંત્રિક અધિકારોની ચોરી છે. કાયદાની ભાષામાં તેને ‘રેરેસ્ટ ઓફ ધ રેયર’ અપરાધ ગણવો જોઈએ. જ્ઞાનેશ કુમાર વગર ન તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકત અને ન તો અમિત શાહ ગૃહમંત્રી બની શકત.
“દેશ બે-ત્રણ ઉદ્યોગપતિઓના હવાલે, આપણને શિવની બારાત જેવો ભારત જોઈએ”
આર્થિક અસમાનતા પર વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશની સંપત્તિ અદાણી અને અંબાણી જેવા બે-ત્રણ ઉદ્યોગપતિઓના હાથમાં સોંપવામાં આવી રહી છે. તેમના લાખો કરોડો રૂપિયાના દેવા એક સેકન્ડમાં માફ કરી દેવાય છે, પરંતુ જો ખેડૂત કે નાનો વેપારી દેવું ન ચૂકવી શકે તો તેને જેલ મોકલી દેવાય છે.
તેમણે કહ્યું, “તમે શિવની બારાત વિશે સાંભળ્યું હશે, જેમાં દરેક વ્યક્તિને સામેલ થવાની અને નાચવાની છૂટ હોય છે. આપણને એવું ભારત જોઈએ જ્યાં ખેડૂત મહેનત કરે તો તેને ફળ મળે અને યુવાનને રોજગાર મળે. આપણને એવો દેશ નથી જોઈતો જ્યાં દરેક એરપોર્ટ, રેલવે અને નેટવર્ક અદાણીનું હોય.”
“ભાગવાની કોશિશ ન કરો, કાનૂની કાર્યવાહી થશે”
સત્તાધારી પક્ષને ચેતવણી આપતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમિત શાહ કહે છે કે નરેન્દ્ર મોદી ક્યાંય નથી જઈ રહ્યા. હું તમને કહું છું કે તેઓ ક્યાંય જઈ પણ નહીં શકે અને જો જવા ઈચ્છશે તો અમે તેમને જવા નહીં દઈએ. જ્ઞાનેશ કુમાર પછી અમે તમારી સામે ઊભા રહેવાના છીએ. તમે જે વોટ ચોરી કર્યા છે અને દેશને વેચ્યો છે, તેના માટે દેશ તમારી પાસેથી ન્યાય માંગશે. તમે ભાગી નહીં શકો, તમારા અને અમિત શાહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે.”
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ












