
Rahul Gandhi: આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામત સુધારા બિલ એટલે કે, 131મા બંધારણીય સુધારા બિલ પર ચર્ચા શરૂ કરતી વખતે એક એવું નિવેદન આપ્યું જેના કારણે ગૃહના સભ્યો હસવા લાગ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે રાહુલ ગાંધી બિલ પર પોતાના વિચારો રજૂ કરવા ઉભા થયા, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને પૂછ્યું, “તમારા હાથને શું થયું?” આના પર રાહુલે જવાબ આપ્યો કે તેમને ઈજા થઈ છે. ત્યારબાદ, રાહુલ ગાંધીએ બિલ પર બોલવાની તક આપવા બદલ સ્પીકરનો આભાર માન્યો અને પોતાની દલીલો રજૂ કરવાનું શરૂ કર્યું હતું.
રાહુલે જણાવ્યું હતું કે, “વર્તમાન રાષ્ટ્રીય પરિદૃશ્યમાં, મહિલાઓ એક કેન્દ્રીય શક્તિ છે અને પ્રેરક બળ તરીકે ઉભરી આવી છે. ગૃહમાં હાજર દરેક વ્યક્તિએ મહિલાઓ પાસેથી ઘણું શીખ્યું છે. આપણા દરેકના જીવનમાં માતા અને બહેનના રૂપમાં મહિલાઓ છે. મહિલાઓ આપણા બધાના જીવનમાં માતા, બહેન, પત્ની અને અન્ય રૂપોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, વડા પ્રધાન અને મારે તો પત્ની જ નથી.” આ સાંભળતા જ ગૃહના સભ્યો જોર જોરથી હસવા લાગ્યા હતા અને રાહુલ ગાંધી પોતે હસ્યા હતા. તે ક્ષણે ગૃહનું વાતાવરણ હળવું થઈ ગયું હતું.
“આ મામલામાં મને અનુભવ નથી”
રાહુલે કહ્યું કે, આ મામલે મને તે અનુભવ થયો નથી. જો કે, તેમની અન્ય વિવિધ ભૂમિકાઓમાં મહિલાઓએ મારા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. તેમની બહેન પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું હતું કે, ગઈકાલે તેમના ભાષણ દરમિયાન, તેમણે માત્ર પાંચ મિનિટમાં એ કરીને બતાવ્યું જે હું 20 વર્ષમાં નથી કરી શક્યો. અમિત શાહજીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દાદી ઇન્દિરાને પણ કર્યા યાદ
આ પછી રાહુલ ગાંધીએ તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશે પણ વાત કરી અને કહ્યું કે, તેમણે તેમને ભયનો સામનો કરવા અને તેને દૂર કરવાની હિંમત શીખવી હતી. તેમણે ઉમેર્યું કે તેમની દાદીએ તેમને સત્ય અને અહિંસાના સિદ્ધાંતો શીખવ્યા હતા. આ સાથે તેમણે તેમના બાળપણની એક વાર્તા સંભળાવી અને ભયના સ્વરૂપની ચર્ચા કરતી વખતે રાહુલે શાસક પક્ષ પર નિશાન સાધવાનું શરૂ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સરકાર પણ એવી જ રીતે ભયભીત છે. આ સરકાર અંધકારમાં પગ મૂકવા માંગતી નથી. એટલે કે, તે સમસ્યાઓથી બચી રહી છે. જો તમારે સમાધાન જોઈએ છે, તો સમસ્યાઓથી આગળ જવું પડશે.
આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ સંબંધ નથી
મહિલા અનામત બિલની ચર્ચા કરતા રાહુ ગાંધીએ જણાવ્યું કે, આ કાયદાનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ સંબંધ નથી. 2023માં આ ગૃહમાં પસાર થયેલ બિલ મહિલા અનામત બિલ હતું. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર તેના OBC ભાઈઓ અને બહેનોને અધિકારો આપવાની જવાબદારીથી છટકી રહી છે. રાહુલે કહ્યું કે, આ બિલ દ્વારા દેશના ચૂંટણી નકશાને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહુલે કહ્યું, “આ બિલ SC, ST અને OBC સમુદાયો વિરુદ્ધ છે, અને તેમના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાયદો ભારતની મહિલાઓની પાછળ છુપાઈને દેશના ચૂંટણી પરિદૃશ્યને ફરીથી દોરવાનો એક દાવપેચ છે. વિપક્ષના ઇરાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “સમગ્ર વિપક્ષ સરકારના આ પ્રયાસને (મહિલા અનામત સંબંધિત બિલોનો) નિષ્ફળ બનાવશે.”
આ પણ વાંચો: અમેરિકામાં ફેલાયો COVIDનો નવો ‘સિકાડા’ વેરિયન્ટ, જાણો કેટલો છે ખતરનાક?












