ટ્રેન્ડિંગમનોરંજન

રાઘવ ચઢ્ઢાએ પરિણિતી ચોપરા સાથેના વાયરલ વીડિયો પર તોડ્યું મૌન

Text To Speech

હાલમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા એકસાથે જોવા મળ્યા હતા. જેને લઈ અનેક સવાલ ઉભા થયા છે ત્યારે રાઘવ ચઢ્ઢાએ આ અંગે ખુલાસો કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ અંગે પરિણિતીને નહીં પરંતુ મને પૂછો. મહત્વનું છે કે બે દિવસ પહેલા બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈમાં જોવા મળી હતી.

એકસાથે જોવા મળ્યા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી સાથે જોવા મળ્યા બાદ લોકોએ અટકળો શરૂ કરી દીધી હતી. બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે. જ્યાં બંને શાનદાર લુકમાં સાથે જોવા મળે છે. આ ફોટો જોયા બાદ તેમના ફેન્સ પણ પૂછવા લાગ્યા છે કે શું આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, 15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર હતા અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ હતા. રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી.

Back to top button