પાકિસ્તાનના આતંકી કારસ્તાન સામે QUAD માં સંપ: પહેલગામ હુમલાની નિંદા

- સંયુક્ત નિવેદન બહાર પાડી આતંકવાદ સામે લડવા ચાર દેશ પ્રતિબદ્ધતા
એચડી ન્યૂઝ ડેસ્ક, 02 જુલાઇ 2025: Quad સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાની નિંદા કરે છે. અમે તેના તમામ સ્વરૂપોમાં તેની નિંદા કરીએ છીએ અને આતંકવાદ સામે લડવામાં સહયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. આવું સંયુક્ત નિવેદન દુનિયાના ચાર મહત્ત્વના દેશોના વિદેશમંત્રીઓ દ્વારા 1 જુલાઇના અમેરિકામાં બહાર પડાયું છે.
Just finished a very productive meeting of Quad Foreign Ministers in Washington DC.
Discussed how to make Quad more focused and impactful on contemporary opportunities and challenges.
Today’s gathering will strengthen strategic stability in the Indo – Pacific and keep it free… pic.twitter.com/M9Vg5NaxMR
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 1, 2025
જાણો કયા દેશો એ શું નિવેદન બહાર પાડ્યું
વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ પ્રધાનો ૧ જુલાઈના મળ્યા હતા. ત્યારબાદ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે 22 એપ્રિલ 2025 ના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. અમે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તમામ ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.
આ પણ વાંચો:Global South Country: સંબંધોને મજબૂત બનાવવા આજથી વડાપ્રધાન મોદી દાયકાઓ બાદ આ દેશોમાં જશે
યુએન સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ સહયોગની હાકલ
પહેલગામના આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને વિલંબ કર્યા વિના ન્યાયના કઠેડામાં લાવવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ તેમની જવાબદારીઓ અનુસાર આ સંદર્ભમાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરવા હાકલ કરીએ છીએ.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ચાર ક્ષેત્રમાં સમૃદ્ધિની પ્રતિબદ્ધતા
આગામી સમયમાં વધુ ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઈન્ડો પેસિફિકમાં ચાર મુખ્ય ક્ષેત્ર દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા, મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી અને માનવતાવાદી સહાય અને કટોકટી સહાયનો સમાવેશ થાય છે. સ્થિરતા એ પ્રદેશની સુરક્ષા અને સમૃદ્ધિનો આધાર છે. કોઈપણ એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ. ક્વાડની ક્ષમતામાં વધુ વધારો કરાશે જેથી સંસાધનોનો ઉપયોગ પ્રદેશના સૌથી તાત્કાલિક પડકારોનો સામનો કરવા માટે અસરકારક રીતે થઈ શકે.
આ પણ વાંચો:…તો મસ્કે પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડશેઃ ટ્રમ્પની એલન મસ્કને ચેતવણી












