આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

…તો મસ્કે પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડશેઃ ટ્રમ્પની એલન મસ્કને ચેતવણી

વોશિંગ્ટન, 2 જુલાઇ, 2025: પહેલેથી જ સારા મિત્રો રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચે હવે વિવાદ વકરી રહ્યો છે. દિન પ્રતિદિન તણખા ઝરી રહ્યા છે. ટ્રમ્પના બિગ બ્યુટીફૂલ બિલ અંગે બંને વચ્ચેના મતભેદો હવે જાહેર થઇ ગયા છે. મતભેદો એટલી હદે તીવ્ર બની ગયા છે કે એક સમયના પોતાના ગાઢ મિત્ર અને ટેકેદાર એલન મસ્કને અમેરિકી પ્રમુખે ટ્રુથ સોશિયલ ઉપર આ ટેક મુઘલને જણાવી દીધું કે  મસ્કને હજી સુધી કોઈ માનવીએ ન મેળવી હોય તેટલી સબસીડી તેને (તેનાં ઉત્પાદનોને) આપવામાં આવી છે. જો સબસિડી નહી મળે તો તેણે તેમની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પાછો ચાલ્યા જવુ પડશે.

દરમિયાન, જ્યારે ટ્રમ્પને મસ્કને દેશમાંથી હાંકી કાઢવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “મને ખબર નથી… આપણે તેના પર વિચાર કરવો પડશે.” યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી અને લખ્યું, “એલોન મસ્ક પ્રમુખ માટે મને ટેકો આપે તે પહેલાં જ જાણતા હતા કે હું EV જનાદેશનો સખત વિરોધ કરું છું. તે હાસ્યાસ્પદ છે અને હંમેશા મારા અભિયાનનો મુખ્ય ભાગ રહ્યા છે. ઇલેક્ટ્રિક કાર ઠીક છે, પરંતુ દરેકને EV કાર ખરીદવા માટે દબાણ કરી શકાતું નથી.”

DOGE વિભાગની તપાસ કરવામાં આવશે – ટ્રમ્પ

તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના કાર્યપ્રણાલીની તપાસ કરવાની વાત પણ કરી છે. ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી આ વિભાગ એલોન મસ્કને સોંપવામાં આવ્યો હતો. વન બિગ બ્યુટીફુલ બિલ અંગે, એલન મસ્કે કહ્યું કે જો આ બિલ સેનેટમાં પસાર થશે, તો તે બીજા જ દિવસે એક નવી પાર્ટી બનાવશે. તે પાર્ટીનું નામ અમેરિકન પાર્ટી હશે.

નોંધનીય છે કે મસ્કનો જન્મ દ.આફ્રિકાનાં પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તે સ્ટુડન્ટ વીસા પર કેનેડા ગયા ત્યાંથી અમેરિકાની પેન્સીલવાનિયા યુનિ.માં ગયા અને અમેરિકાનું નાગરિકત્વ લીધું. આ પૂર્વે કેનેડાનું પણ 17 વર્ષમાં રોકાણ દરમિયાન નાગરિકત્વ લીધું હતું. વળી પ્રિટોરિયામાં જ જન્મ્યા હોવાથી દ.આફ્રિકાનો નેચરલ સીટીઝન છે જ આમ મસ્ક ત્રણ દેશોના નાગરિકત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ 

Back to top button