ટ્રેન્ડિંગનેશનલ

ભારતના મામલે પુતિનનો ટ્રમ્પને જડબાતોડ જવાબઃ ઓઈલ ખરીદીમાં કરી વધુ ડિસ્કાઉન્ટની ઑફર!

નવી દિલ્હીઃ 20 ઓગસ્ટ, 2025: Russia-India Crude Oil: રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% એક્સ્ટ્રા ટેરિફ લાદી દીધો. જોકે, ભારત સતત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના હિસાબે ક્રૂડ ઓઇલ ખરીદે છે. આ દરમિયાન રશિયાએ મહત્ત્વનો નિર્ણય લેતા ભારતને ક્રૂડ ઓઇલની ખરીદી પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે.

આ કોમર્શિયલ સિક્રેટ..!

ભારતમાં રશિયાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, એવગેની ગ્રીવાએ જણાવ્યું હતું કે, ‘ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જે વાટાઘાટોના આધારે નક્કી કરવામાં આવશે. રાજકીય પરિસ્થિતિ હોવા છતાં, ભારત લગભગ સમાન સ્તરનું ક્રૂડ ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે આ ડિસ્કાઉન્ટ એક કોમર્શિયલ સિક્રેટ છે. સામાન્ય રીતે તે વેપારીઓ વચ્ચેના સંવાદ પર આધારિત હોય છે અને લગભગ 5% રહે છે.’

ભારત-રશિયા ઊર્જા સહયોગ મજબૂત રહેશે

ગ્રીવા સાથે, રશિયાના ડેપ્યુટી ચીફ ઑફ મિશન રોમન બાબુશકિને પણ એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, પરિસ્થિતિ પડકારજનક છે, પરંતુ અમને અમારા સંબંધોમાં વિશ્વાસ છે. અમને ખાતરી છે કે બાહ્ય દબાણ છતાં ભારત-રશિયા ઊર્જા સહયોગ ચાલુ રહેશે.’ અહીં બહારીથી તેમનો ઈશારો અમેરિકા તરફ હતો.

અમેરિકાએ ભારત પર લગાવ્યો 50 ટકા ટેરિફ

અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ કહ્યું કે, ‘ભારત રશિયન ક્રૂડ ઓઇલ માટે વૈશ્વિક ક્લિયરિંગ હાઉસ તરીકે કામ કરે છે, પ્રતિબંધિત ક્રૂડને ઉચ્ચ મૂલ્યની નિકાસમાં બદલે છે અને મોસ્કોને ડોલર પૂરા પાડે છે.’

ટ્રમ્પે રશિયાને આપી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ બ્રિક્સ દેશોને ધમકી આપી રહ્યા છે. તેમણે રશિયાને ધમકી આપી હતી કે જો યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મોસ્કો પર પણ પ્રતિબંધો લાદશે. જે દેશો તેનું તેલ ખરીદે છે તેમના પર પણ પ્રતિબંધો લાદવામાં આવશે. ચીન અને ભારત રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદાર છે.

આ પણ વાંચોઃ  CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર વ્યક્તિ AAP સાથે સંકળાયેલ છે: ભાજપ નેતા હરીશ ખુરાનાનો મોટો આરોપ

આ પણ વાંચોઃ જિયો યુઝર્સ માટે bad news: સસ્તા પ્લાન બંધ કરતા વપરાશકર્તાઓ થયા નિરાશ

Back to top button