ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબના CM ભગવંત માનના ઘર, ભાજપ મુખ્યાલય સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એલર્ટ મોડમાં

Bomb threat: પંજાબમાં આતંકી હુમલાને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. આજે (બુધવારે) ફરી એકવાર પંજાબમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉપરાંત પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે, જેમાં પંજાબ ભાજપ મુખ્યાલય અને દિલ્હીમાં સ્થિત ભાજપ મુખ્યાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાલંધર અને અમૃતસરમાં થયા હતા બ્લાસ્ટ

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ, પંજાબના જાલંધર જિલ્લામાં BSFના પંજાબ ફ્રન્ટિયર હેડક્વાર્ટરની બહાર અને અમૃતસરમાં ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક વિસ્ફોટ થયા હતા. આ બંને વિસ્ફોટોમાં થોડા જ કલાકોનું અંતર હતું. પહેલો વિસ્ફોટ જાલંધરમાં રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ રાત્રે લગભગ 11 વાગ્યે અમૃતસરમાં થયો હતો. આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયું નહોતું, પરંતુ રાજ્યની કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજય સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો, સમર્થનમાં પડ્યા 144 મત, વિરોધમાં માત્ર 22

Back to top button