દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પરત ફર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, G20 સમિટ સફળ રહી

નવી દિલ્હી, 24 નવેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાની ચાર દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને આજે સવારે દિલ્હી પરત ફર્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી 19મી G20 સમિટમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે મહત્વની દ્વિપક્ષીય બેઠકો કરી હતી.
સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, જાપાનના વડાપ્રધાન શાન તાકાઈચી, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા તેમજ જમૈકા અને નેધરલેન્ડના પોતાના સમકક્ષો સાથે મુલાકાત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
G20 સમિટ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
દિલ્હી પરત ફરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ અત્યન્ત સફળ રહી છે. આ સમિટ સમૃદ્ધ અને ટકાઉ વિશ્વના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. વિશ્વના નેતાઓ સાથેની મારી બેઠકો અને વાતચીત ખૂબ જ ફળદાયી રહી છે અને તેનાથી વિવિધ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.”
તેમણે વધુમાં કહ્યું, “આ શિખર સંમેલનનું આયોજન કરવા બદલ હું દક્ષિણ આફ્રિકાના અદ્ભુત લોકો, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને દક્ષિણ આફ્રિકાની સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
આ સાથે જ ભારતે G20ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી દીધી છે અને આવતા વર્ષે ૨૦૨૫માં G20 સમિટ બ્રાઝિલમાં યોજાશે.
આ પણ વાંચો : પક્ષી સાથે અથડાતાં ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, 186 મુસાફરો હતા સવાર, ઋષિકેશ ખાતે બનાવ બન્યો












