ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીનો PM મોદી પર મોટો પ્રહાર: વિદેશી મદદથી સત્તામાં હોવાનો લગાવ્યો આરોપ

Rahul Gandhi Open Debate Challenge PM Modi:  કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વખત આક્રમક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ PM મોદી પર ‘વિદેશી મદદ’થી સત્તામાં ટકી રહેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે આ મુદ્દે વડાપ્રધાનને ખુલ્લી ચર્ચા (Open Debate) માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટમાં લખ્યું, “મોદીજી, આ દેશથી ખોટું બોલવાનું બંધ કરો. તમે વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છો અને વિદેશી મદદથી જ વડાપ્રધાન બનેલા છો.” આ સાથે તેમણે દેશની અર્થવ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવતા લખ્યું કે તમારી આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે વિદેશીઓના નિયંત્રણમાં અને સમર્થનથી ચાલી રહી છે, તથા વિદેશી સોશિયલ મીડિયા સંપૂર્ણપણે તમારી સાથે ઊભું છે.

“આ મુદ્દે ખુલ્લી ચર્ચાનો આપું છું પડકાર…”

આ પોસ્ટમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પડકાર આપતા કહ્યું, “હું તમને આ મુદ્દે ખુલ્લી ચર્ચા માટે પડકાર આપું છું. કોઈ પણ મંચ પર, કોઈ પણ સમયે. જો હિંમત હોય તો આવો.” જોકે, રાહુલ ગાંધીએ આગળ એવો દાવો પણ કર્યો હતો કે પીએમ આ ચર્ચા માટે ક્યારેય સામે નહીં આવે, કારણ કે તેઓ ડરે છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં તેજીનો માહોલ! સેન્સેક્સ 576 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,200ને પાર, રિલાયન્સ સહિતના શેરોમાં ખરીદી

PM ના રાષ્ટ્રીય એકતા દિવસના નિવેદન પર પલટવાર

રાહુલ ગાંધીનું આ નિવેદન વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે હાલના નિવેદન પર પલટવાર છે, જે તેમણે ગુજરાતના એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે આપ્યું હતું. તે કાર્યક્રમમાં પીએમ મોદીએ નામ લીધા વિના વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલીક તાકાતો દેશને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે ‘કોણ વિદેશમાં કોની સાથે છુપી રીતે મળી રહ્યું છે’ અને ‘ભારત વિરોધી તાકાતો કોનું સમર્થન કરી રહી છે.’

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ફરી સળગ્યુંઃ મજૂરો રસ્તા પર, 529 ગારમેન્ટ ફેક્ટરીઓનું કામકાજ ખોરવાયું, આગચંપી સાથે હિંસક પ્રદર્શન

Back to top button