ટ્રેન્ડિંગનેશનલમીડિયા

વડાપ્રધાન મોદીએ સીએમ મમતા બેનર્જીને આપી જન્મદિવસની શુભકામના, જાણો શું કહ્યું?

પશ્ચિમ બંગાળ, 5 જાન્યુઆરી 2026:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે (૫ જાન્યુઆરી ૨૦૨૬) પોતાનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે. વિવિધ પાર્ટીઓના નેતાઓ અને લોકો તેમને આ માટે શુભકામનાઓ આપી રહ્યા છે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જન્મદિવસ પર શુભકામનાઓ આપી છે. ચાલો જાણીએ કે પીએમ મોદીએ પોતાના શુભકામના સંદેશમાં મમતા બેનર્જીને શું કહ્યું છે.

PM Modi extends birthday greetings to Mamata Banerjee
PM Modi's birthday message to Mamata Banerjee: 'Pray for her good ...

પીએમ મોદીએ શું કહ્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જન્મદિવસ પર શુભકામનાઓ આપતાં તેમના સારા આરોગ્ય અને દીર્ઘાયુની કામના કરી. પીએમ મોદીએ X પર લખ્યું- “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમના સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું.”

Mamata Banerjee - 2012 TIME 100: The Most Influential People in ...

મમતા બેનર્જી વિશે 

 પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી અને રાજકીય પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫માં થયો હતો. મમતા બેનર્જી ત્રણ વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. આ સાથે મમતા બેનર્જી ૭ વખત લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.

CM Mamata Banerjee's 71st birthday celebrated by TMC in Rajganj ...
Birthday Celebration of Chief Minister Mamata Banerjee at Chopra ...

ડૉ. મુરલી મનોહર જોશીને પણ મળી શુભકામના

પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. મુરલી મનોહર જોશીને પણ જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ લખ્યું- “આદરણીય રાજનેતા, પ્રખ્યાત બુદ્ધિજીવી અને પાક્કા રાષ્ટ્રવાદી ડૉ. મુરલી મનોહર જોશી જીને જન્મદિવસની શુભકામનાઓ.

સેવા પ્રત્યે તેમનું આજીવન સમર્પણ, ખાસ કરીને શિક્ષણ, સંસ્કૃતિ અને ભારતના સભ્યતાગત મૂલ્યોને લોકપ્રિય બનાવવામાં, જાહેર જીવનને ખૂબ સમૃદ્ધ કર્યું છે. ઈશ્વર તેમને લાંબી અને સ્વસ્થ જિંદગી આપે.”આ શુભકામનાઓએ રાજકીય વર્તુળોમાં સૌજન્યનું વાતાવરણ ઊભું કર્યું છે.

 આ પણ વાંચો : T20 વર્લ્ડ કપને લઈ બાંગ્લાદેશની ટીમે લીધો મોટો નિર્ણય, ભારતમાં રમવા નહીં આવે, સુરક્ષાનું કારણ આપ્યું

Back to top button