
Ahmedabad Rain : અમદાવાદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ત્યારે આ દરમ્યાન શહેર પોલીસ લોકોના વહારે આવી હતી. જેમાં શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પોલીસની માનવતા અને ફરજપરાયણતાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં શાહીબાગમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે મોટા પ્રમાણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારે પાણી વચ્ચે પોલીસ આવી વહારે
આ પરિસ્થિતિમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના ફરજ પરના જવાનોની નજર પડી, ત્યારે તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત માનવતા દાખવી હતી. વરસતા ધોધમાર વરસાદ અને જીવ જોખમમાં મૂકે તેવા ઘૂંટણસમા પાણીની પરવા કર્યા વગર પોલીસકર્મીઓ તરત જ દોડી ગયા હતા. પોલીસ જવાનોએ ભારે પાણીની વચ્ચે જઈને તે મહિલાને હિંમત આપી હતી અને ફ્રૂટની લારી સાથે તેમને સહીસલામત અને હેમખેમ પાણીની બહાર સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા.
આફતમાં રક્ષક બની અમદાવાદ પોલીસ
આપત્તિના સમયે પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીને કારણે તે મહિલાનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક નાગરિકો અને રાહદારીઓ દ્વારા પોલીસની આ માનવતાવાદી કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે. મુશ્કેલ સંજોગોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતી અમદાવાદ પોલીસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ખાખી વરદી પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે, જે હંમેશા નાગરિકોની મદદે હાજર રહે છે.
આ પણ વાંચો : VIDEO : અમદાવાદમાં જળબંબાકાર, નદીની જેમ વહ્યા પાણી, સાત કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ












