ગુજરાત

ગુજરાતમાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસની લાલ આંખ

Text To Speech
  • ગેરકાયદેસર સ્પાની સાથે વિવિધ સ્થાનો પર પોલીસ દ્વારા ડ્રાઈવ
  • કેફેની આડમાં કપલ બોક્સ ચાલતું હોવાનું સામે આવ્યું છે
  • ડાર્ક બાઈટ કેફે 02 ના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ

ગુજરાતમાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં વડોદરામાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. તેમાં અકોટા વિસ્તારના ડાર્ક બાઈટ કાફેમાં કપલ બોક્ષ ચાલતું હતુ. ડાર્ક બાઈટ કેફે 02ના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ કરવામાં આવી છે. તથા કેફેના માલિક નિલોફર શેખ અને રૂપલ સોની વોન્ટેડ છે.

આ પણ વાંચો: ગુજરાત: PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

ગેરકાયદેસર સ્પાની સાથે વિવિધ સ્થાનો પર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી

રાજ્યમાં ગેરકાયદેસર સ્પાની સાથે વિવિધ સ્થાનો પર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તે પછી વડોદરામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર કપલ બોક્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં અકોટા વિસ્તાર માં કપલ બોક્ષ ચલાવનાર સામે કાર્યવાહી કરી છે. આ અંગેની માહિતી અનુસાર, અકોટા વિસ્તારના ડાર્ક બાઈટ કાફેમાં ચાલતું કપલ બોક્ષ પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચેકીંગમાં કપલ બોક્ષ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. અકોટા વિસ્તારના ડાર્ક બાઈટ કાફે 02 પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. કેફેની આડમાં કપલ બોક્સ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય રોગ અને તેના કારણે મૃત્યુથી ચિંતા, જાણો કોણ બની રહ્યું છે વધુ ભોગ 

ડાર્ક બાઈટ કેફે 02 ના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ

જ્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ડાર્ક બાઈટ કેફે 02 ના મેનેજર સોહિલ અજમેરીની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ ડાર્ક બાઈટ કેફેના માલિક નિલોફર શેખ અને રૂપલ સોની ને વોન્ટેડ જાહેર કરાયા છે. જે બંને હાલમાં પોલીસ પકડથી દૂર છે. એટલું જ નહીં રહેણાંક વિસ્તારમાં અકોટાના સપ્તગીરી ફ્લેટમાં ચાલતું હતું ડાર્ક બાઈટ કેફે જ્યાં આ પ્રકારીન પ્રવૃત્તિ સામે આવી છે.

Back to top button