જય શાહ ફરી બન્યા ICC ચીફ, શાહરુખ ખાને પાઠવી શુભેચ્છા
Shah Rukh Khan On Jay Shah: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે જય શાહ ફરી એકવાર નિયુક્ત થયા છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી ICC બોર્ડની બેઠકમાં તેમને બીજા કાર્યકાળ માટે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહી છે. આ યાદીમાં બોલિવૂડના કિંગ ખાન અને IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના સહમાલિક શાહરુખ ખાનનું નામ પણ સામેલ છે. શાહરુખ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જય શાહને અભિનંદન આપ્યા હતા. સાથે જ તેમણે વિશ્વ ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવાના જય શાહના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શાહરુખ ખાને જય શાહ માટે શું લખ્યું?
શાહરુખ ખાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ICCના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત થવા બદલ જય શાહ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. વિશ્વ ક્રિકેટના સંચાલનમાં તમારા નેતૃત્વ અને અમારી પ્રિય રમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાના તમારા પ્રયાસોની અમે દિલથી પ્રશંસા કરીએ છીએ. વર્ષ 2028ના ઓલિમ્પિક્સ ક્રિકેટ અને તેના સતત વિકાસ માટે એક મોટો સીમાચિહ્ન સાબિત થશે, ખાસ કરીને અમેરિકામાં. તમને એક મોટી ઝપ્પી અને તમારી આવનારી તમામ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.”
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’
શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ નજીક આવી રહી હોવાથી શાહરુખ તેના અંતિમ કામમાં વ્યસ્ત છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:2032થી 2035 વચ્ચે ભારતને મળી શકે ICC ટૂર્નામેન્ટની યજમાની
ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે આ કલાકારો
‘કિંગ’ શાહરુખ ખાનની કારકિર્દીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હોવાનું કહેવાય છે. આ ફિલ્મ ખાસ એટલા માટે પણ છે કે તેના દ્વારા શાહરુખની દીકરી અને અભિનેત્રી સુહાના ખાન મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં શાહરુખ અને સુહાના ઉપરાંત અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, અરશદ વારસી, રાઘવ જુયાલ અને અભય વર્મા જેવા કલાકારો જોવા મળશે. આ ઉપરાંત કરીના કપૂર ખાન પણ ફિલ્મનો ભાગ છે, જોકે તે માત્ર એક ગીતમાં જોવા મળશે.












