વડાપ્રધાન મોદીએ ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાથે કરી ટેલિફોનિક વાતચીતઃ દ્વિપક્ષીય સંબંધો વિશે કહી મહત્ત્વની વાત

નવી દિલ્હીઃ 12 ઓગસ્ટ, 2025: PM Modi Telephonic Conversation with Uzbekistan President: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકત મિર્ઝીયોયેવ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાના સહિયારા સંકલ્પની પુષ્ટિ કરી છે. ઉઝબેક પ્રમુખ સાથેની પોતાની વાતચીતને “ફળદાયી” ગણાવતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે વેપાર, સંપર્ક, સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિની ચર્ચા કરી હતી.
PM Modi (@narendramodi) posts, “Had a fruitful conversation with President of Uzbekistan, Mr. Shavkat Mirziyoyev. We reviewed the progress achieved in key areas of our bilateral cooperation and reaffirmed our shared resolve to further advance the India–Uzbekistan Strategic… pic.twitter.com/Yl6diZPY2I
— Press Trust of India (@PTI_News) August 12, 2025
સોશિયલ મીડિયા પર આપી માહિતી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકત મિર્ઝીયોયેવ સાથે ફળદાયી વાતચીત થઈ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં પ્રાપ્ત પ્રગતિની સમીક્ષા કરી અને ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાના અમારા સહિયારા સંકલ્પની પુષ્ટિ કરી છે.’
PMOએ આપી માહિતી
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝ અનુસાર, પ્રમુખ મિર્ઝીયોયેવ વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને આગામી 79માં સ્વાતંત્ર્ય દિવસ પર શુભકામનાઓ પણ પાઠવી. બંને નેતાઓએ આપસી હિતોના ક્ષેત્રીય અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ વિચાર-વિમર્શ કર્યો અને ભારત તેમજ મધ્ય એશિયા વચ્ચે સદીઓ જૂના સંબંધોને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી.
ભારત-ઉઝબેકિસ્તાન સંબંધ
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંબંધ પ્રાચીન કાળથી ચાલી રહ્યો છે. ઉઝબેકિસ્તાનની સ્વતંત્રતા બાદ ભારત તેમની સાર્વભૌમત્વને માન્યતા આપતા પહેલા દેશોમાંથી એક હતો.
આ પણ વાંચોઃ ‘શરમજનક…’ ઈઝરાયલના રાજદૂતે પ્રિયંકા ગાંધીના દાવાનો કર્યો વિરોધ, કહ્યું- હમાસની વાત પર વિશ્વાસ ન કરો
આ પણ વાંચોઃ સચિનના પત્ની સીમા હૈદરની મજ્જાની લાઈફ! હવે મુક્તપણે હરે છે, ફરે છે અને રીલ બનાવે છે












