ગુજરાતટ્રેન્ડિંગ

ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો

દેવમોગરા મંદિરમાં પૂજા પછી ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો શરુ થયો છે. આ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો.

પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા અને દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા દેવમોગરા પાંડોરી માતાને કુલદેવી તરીકે પૂજવામાં આવે છે.

વડાપ્રધાન મોદી સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર 10થી 15 હજાર લોકો PMનું સ્વાગત કરશે. દિલ્હી જતા પહેલા પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર બિહારના લોકોને મળશે. બિહારી સમુદાયના સભ્યો તેમનું સ્વાગત કરશે. કેન્દ્રીય મંત્રીઓ સીઆર પાટિલ અને હર્ષ સંઘવી પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહેશે. એવો અંદાજ છે કે બિહાર સાથે સંકળાયેલા આશરે 10,000 થી 15,000 લોકો સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપશે.

Back to top button