ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને મળ્યા PM મોદી, ભૂતાનથી પરત આવીને એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ

  • વડાપ્રધાન મોદી આજે ભૂતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચીને વડાપ્રધાને ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા

12 નવેમ્બર, 2025, નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભૂતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચીને વડાપ્રધાને ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા.

લગભગ 100 જેટલા ઈજાગ્રસ્ત

દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી વિસ્ફોટ પછી ભુતાનથી પોતાના પહેલા ભાષણમાં પીએમ મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરીને ચેતવણી આપતાં કહ્યું હતું કે વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.

દિલ્હીમાં કાર બ્લાસ્ટ

સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ ઊભો થયો હતો અને અનેક સ્થળો પર હાઇએલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હી વિસ્ફોટમાં કયા લશ્કરી-ગ્રેડ વિસ્ફોટકો વપરાયા અને આતંકીઓને તે ક્યાંથી મળ્યા?

Back to top button