17માં બ્રિક્સ શિખર સંમેલનમાં મોદીએ આંતરરાષ્ટ્રીય ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારાઓની જરૂરિયાત પર ભાર મુક્યો

રિયો ડી જાનેરો, 7 જુલાઇ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મા બ્રિક્સ સંમેલનમાં પહોંચી ગયા છે. ગઇકાલે તેમણે બ્રિક્સ સંમેલનમાં સંબોધતા આંતરરાષ્ટ્રીય ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારાઓની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમજ જણાવ્યુ હતુ કે 21મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી હવે જરૂરી બની ગઈ છે.
તેમણે કહ્યુ કે 20મી સદીમાં બની વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતીયાંશ ભાગની વસ્તીને આજ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આજના વૈશ્વિક અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહેલા દેશોને નિર્ણય લેવાના ટેબલ પર સ્થાન આપવામાં આવ્યું નથી. ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ મોબાઈલ ફોનમાં સીમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક વિનાની છે.
તેમણે કહ્યુ હતું કે બ્રિક્સનો વિસ્તાર અને નવા મિત્રોનું જોડાવવાનું એ વાત સાબિત કરે છે કે, બ્રિક્સ એક એવું સંગઠન છે કે જે સમયને આધારે ખુદને બદલવાની ક્ષમતા રાખે છે. હવે UNSC, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને બહુપક્ષીય વિકાસ બેંકો જેવી સંસ્થાઓમાં સુધારા માટે પણ આવી જ ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે.
વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે જ્યારે દુનિયામાં દર અઠવાડિયે AI અને ટેક્નોલોજી અપડેટ થઈ રહી છે, ત્યારે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂશન્સ 80 વર્ષોથી અપડેટ વિના ચાલી રહ્યા હોય તે સ્વીકાર્ય નથી. 20મી સદીના ટાઈપરાઈટરથી 21મી સદીના સોફ્ટવેરને ચલાવી શકાય નથી.
ગ્લોબલ સાઉથને પ્રાથમિક્તા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘વિકાસની વાત હોય કે સંસાધનોના વિતરણ કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતને પ્રાથમિક્તા આપવામાં આવી નથી. ગ્લોબલ સાઉથને ક્લાઇમેટ ફાઇનાન્સ, ટકાઉ વિકાસ અને ટેકનોલોજીની પહોંચ જેવા મુદ્દાઓ પર બહુ ઓછો અથવા કોઈ ટેકો મળ્યો નથી.
આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસને પણ મળ્યા હતા. જેમાં તેમણે પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વાતચીત કરી હતી. તદુપરાંત મેક્સિકોના વિદેશી બાબતોના સચિવ જુઆન રામી ડે લા ફુએલે સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં બન્ને નેતાઓએ સ્વાસ્થ્ય, ડિજીટલ, ટેકનોલોજી અને અંતરિક્ષ પર ધ્યાન કેન્દ્રત કરતા બન્ને દેશોની ભાગીદારીને આગળ વધારવાની વાત કરી હતી.
આ પણ વાંચોઃ આ વખતની રક્ષાબંધનમાં બની રહી છે ગ્રહોની ઉત્તમ સ્થિતિ, બનશે બુધાદિત્ય યોગ












