અમદાવાદમાં પ્લેન ક્રેશ, શેરબજારમાં TATAની કંપનીઓનો Black Thursday

અમદાવાદ. 12 જૂન 2025 Ahmedabad Plane Crash TATA market down અમદાવાદમાં Black Thursday હોય એમ એર ઈન્ડિયાના વિમાન તૂટી પડવાની સૌથી મોટી ઘટના બની છે. જેની અસર ટાટા જૂથના શેરો ઉપર પડી છે.
આ દુર્ઘટનાને પગલે ટાટા ગ્રૂપના તમામ શેર પણ પ્લેનની જેમ ભોંયભેગા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે છે અને તેના કારણે તેની બીજી કંપનીઓને પણ અસર થઈ છે.
સૌથી ઘટાડો ટાટા મોટર્સમાં
ટાટા ગ્રુપ વિવિધ સેક્ટરમાં છે અને ખાસ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વધારે તેની અસર આવે તેમ છે. અમદાવાદનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેના મોટર સેકટરના શેર પડી ભાંગ્યા છે. ટાટા મોટર્સ ઉપરાંત ટાટા કેમિકલ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટીલ સેક્ટરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આટલા ટકા શેર અમુક કલાકોમાં જ તૂટયા
ટીસીએસ: 1% થી વધુ કે ઘટાડો
ટાટા સ્ટીલ: 3% સુધી તૂટી શેર
ટાટા પાવર: 2.5% કે ઘટાડો
ટાટા એલેક્સી : 2% થી વધુ નુકસાન
ટાટા કમ્યુનિકેશન : 1%
ટાટા મોટર્સ : 3% થી વધુ તૂટી
ટાટા કેમિકલ્સ : 3% થી વધુ નુકસાન
ટાટા કંઝુમર 2% થી વધુ નુકસાન
ટાટા ઇન્સ્ટમેન્ટ કોર્પોરેશન: 4%થી વધુ નુકસાન
ભારતીય હોટેલ્સ: 2% થી વધુ નુકસાન
આવી ઘટનાઓથી રોકાણકારોના મનમાં ડર અને અસમંજસ
આ પ્રકારની ઘટનાઓ રોકાણકારોના મનમાં ડર અને અસમંજસ પેદા કરે છે. જેના લીધે તમામ કંપનીઓના શેરો પર દબાણ ઊભું થાય છે. એર ઈન્ડિયાની સાથે ટાટાનું નામ જોડાતું હોવાના લીધે તેની સાથેના શેર બજારના તમામ સેકટરને નુકસાન થાય છે.












