ટ્રેન્ડિંગનેશનલમીડિયા

6000 ફૂટની ઊંચાઈએ પાયલટને ખ્યાલ આવી ગયો હતો, ઝારખંડ એર એમ્બ્યુલન્સ ક્રેશની સંપૂર્ણ કહાની

Jharkhand air ambulance crash: ઝારખંડમાં થયેલા એર એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા નજીક ક્રેશ થયું હતું. માહિતી મુજબ વિમાન સાંજે 7:11 વાગ્યે રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. લગભગ 6000 ફૂટની ઊંચાઈએ પહોંચતાં જ પાયલટને ટેક્નિકલ ખામી અથવા ખરાબ હવામાન અંગે શંકા થઈ હતી.

સંપર્ક માટે કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાતચીત દરમિયાન વિમાને ખરાબ હવામાનને કારણે માર્ગ બદલવાની (ડિવિએશન) વિનંતી કરી હતી. સાંજે 7:34 વાગ્યે વારાણસીથી આશરે 100 નોટિકલ માઈલ દક્ષિણ-પૂર્વમાં વિમાનનો કોલકાતા કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે રડાર પરથી પણ ગાયબ થઈ ગયું.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વિસ્તારમાં અગાઉથી જ વીજળી પડવાની અને તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી હતી.

તોફાન બની દુર્ઘટનાનું કારણ

જિલ્લા કલેક્ટર કીર્તિશ્રી જીએ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે તોફાનના કારણે આ અકસ્માત બન્યો. મૃતકોમાં બે ક્રૂ મેમ્બર્સ હતા, જ્યારે બાકી પાંચમાં એક દર્દી અને તેના પરિવારજનોનો સમાવેશ થાય છે.

એવિએશન મિનિસ્ટ્રીની ટીમ અકસ્માત સ્થળની મુલાકાત લઈ બ્લેક બોક્સ શોધી તપાસ શરૂ કરશે. ઉપરાંત એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમ દિલ્હી સ્થિત રેડબર્ડ એવિએશન કચેરીની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે.

SSB અધિકારીએ સંભળાવ્યો આંખો દેખ્યો વર્ણન

એસએસબીના સેકન્ડ-ઇન-કમાન્ડ રમેશ કુમારે જણાવ્યું કે ઘટના સ્થળ અત્યંત આંતરિક જંગલ વિસ્તારમાં હતું, જ્યાંથી મુખ્ય રસ્તો બે કિલોમીટર દૂર હતો. “અમે રાત્રે સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ જીવિત નહોતું. મૃતદેહોને બહાર કાઢવા ખૂબ મુશ્કેલી પડી. માત્ર એક સ્ટ્રેચરથી જ કામ ચલાવવું પડ્યું,” એમ તેમણે કહ્યું.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે અને તપાસ બાદ જ ચોક્કસ કારણો સામે આવશે.

આ પણ વાંચો : OMG: 60 વર્ષના શાળા સંચાલકને 28 વર્ષની ટીચર સાથે પ્રેમ થયો, નેપાળમાં જઈ લગ્ન કર્યા

Back to top button