રાજકુમાર હિરાનીની ડેબ્યૂ વેબ સિરીઝ ‘પીટર એન્ડ પેડ્રો’નું ધમાકેદાર ટીઝર રિલીઝ: અરશદ વારસી અને વીર હિરાની ઉકેલશે સાયબર ક્રાઈમની ગૂંચ
Peter and Pedro Teaser: ‘મુન્નાભાઈ’, ‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા દિગ્ગજ ફિલ્મમેકર રાજકુમાર હિરાની હવે ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ધમાકેદાર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ડિજિટલ સ્પેસમાં ક્રિએટર તરીકે તેમની આ પહેલી વેબ સિરીઝ “પીટર એન્ડ પેડ્રો” (Peter & Pedro) નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ શો રાજકુમાર હિરાની માટે ભાવનાત્મક રીતે પણ ખૂબ ખાસ છે, કારણ કે આ સિરીઝ દ્વારા તેમનો પુત્ર વીર હિરાની એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. માત્ર 30 સેકન્ડનું આ ટીઝર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે.
ગોવાના બેકડ્રોપ પર સાયબર ક્રાઈમ અને કોમેડીનો તડકો
વેબ સિરીઝની વાર્તા ગોવાના સુંદર લોકેશન પર સેટ કરવામાં આવી છે. આ એક હાઈ-ટેક સાયબર ક્રાઈમ થ્રિલર છે જેમાં કોમેડીનો જબરદસ્ત ડોઝ જોવા મળશે. સિરીઝમાં વીર હિરાની એક સ્માર્ટ ટેક એક્સપર્ટની ભૂમિકામાં છે, જ્યારે બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા અરશદ વારસી એક દૃઢ પોલીસ અધિકારીના રોલમાં નજર આવશે. આ બંને મળીને ગોવામાં ચાલી રહેલા એક મોટા સાયબર ગુનાનો પર્દાફાશ કરશે. રસપ્રદ વાત એ છે કે, વર્સેટાઈલ એક્ટર વિક્રાંત મેસી આ સિરીઝમાં મુખ્ય વિલન એટલે કે માસ્ટરમાઇન્ડ સાયબર ગુનેગારના પાત્રમાં જોવા મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મજબૂત સ્ટારકાસ્ટ અને દિગ્દર્શનની જુગલબંદી
ટીઝરમાં મોના સિંહ પણ એક ગાયિકાની રહસ્યમય ભૂમિકામાં ઝલકે છે, જે કદાચ આ સાયબર ક્રાઈમનો ભોગ બની હોઈ શકે છે. આ સિવાય હિરાનીના ફેવરિટ એક્ટર બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે. શોની સૌથી મોટી તાકાત તેનું ડાયરેક્શન છે. રાજકુમાર હિરાનીએ આ શોના નિર્દેશનની કમાન ‘પાતાલ લોક’ ફેમ ડિરેક્ટર અવિનાશ અરુણને સોંપી છે. આથી જ સિરીઝમાં હિરાની શૈલીની હળવી કોમેડીની સાથે અવિનાશ અરુણની ડાર્ક થ્રિલર ગ્રીપ પણ જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 3 જુલાઈએ જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો: Gullak Season 5 Trailer: મિશ્રા પરિવારના ઘરમાં પડી તિરાડ, શું મરામતમાં સંબંધો લાગશે દાવ પર?












