ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ફોકસમાં રહી શકે છે Paytmનો શેર, સુપ્રીમથી મળી આ રાહત

નવી દિલ્હી, 25 મે, 2025: Paytm બ્રાંડના માલિક વન 97 કોમ્યુનિકેશન્સના શેર આગામી સપ્તાહે ફોકસમા રહી શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે ફિનેટક કંપની વન 97 કોમ્યુનિકેશન્સને માલિકીના હકવાળા રિયલ મની ગેમીંગ પ્લેટફોર્મ ફર્સ્ટ ગેમ્સને મોકલવામાં આવેલ રૂ. 5,712 કરોડ રૂપિયાની જીએસટી નોટીસ પર બ્રેક મારી દીધી છે.

Paytm બ્રાંડ નામ હેઠલ કારોબાર કરનારી આ કંપની વન 97 કોમ્યુનિકેશન્સે શનિવારે શારબજારને આ માહિતી આપી હતી. નવી દિલ્હીના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલે એપ્રિલમાં ફર્સ્ટ ગેમ્સને કારણદર્શક નોટિસ (SCN) જારી કરી હતી.

GST ડિમાન્ડ નોટિસ પછી સુપ્રીમમાં અપીલ

સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, “ફર્સ્ટ ગેમ્સે અમને 24 મે, 2025 ના રોજ સવારે 10:44 વાગ્યે (IST) જાણ કરી હતી કે ફર્સ્ટ ગેમ્સની અરજીની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે 23 મે, 2025ના રોજ SCNની કાર્યવાહી પર મનાઇહુકમ આપ્યો છે.” વન97 કોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે ટેક્સનો મામલો ઉદ્યોગ-વ્યાપી મુદ્દો છે અને તે ફક્ત ફર્સ્ટ ગેમ્સ પૂરતો મર્યાદિત નથી. કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે.

વન97 કોમ્યુનિકેશન્સ શેરના હાલ

જો આપણે વન97 કોમ્યુનિકેશન્સના શેરના ભાવ ઇતિહાસ પર નજર કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં 0.92 ટકાનો નજીવો ઘટાડો થયો છે. જ્યારે છેલ્લા 1 મહિનામાં, શેરના ભાવમાં 4.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 3 મહિનામાં 10.17 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 17.02 ટકા નકારાત્મક વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 137.02 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં શેરમાં 36.17 ટકાનો વધારો થયો છે.

કંપનીનું માર્કેટ કેપ 53,855 કરોડ રૂપિયા છે.

વન97 કોમ્યુનિકેશન્સના શેરનો 52 સપ્તાહનો સૌથી વધુ ભાવ રૂ.1063 છે અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ રૂ.338 છે. કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 53,855 કરોડ છે.

આ પણ વાંચોઃ LICએ 24 કલાકમાં ઉતાર્યા 5,88,107 જીવન વીમા, બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

Back to top button