એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

પંચકમ્ યોજના: વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણશે તો નાણાકીય સહાય પણ મળશે

  • ગુજરાત સરકાર 6 થી 13 ઓગસ્ટ ઉજવશે સંસ્કૃત સપ્તાહ

અમદાવાદ, 17 જૂન 2025: Sanskrut ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં તેમણે બોર્ડના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ જો સંસ્કૃત વિષય રાખશે તો તેમને નાણાકીય સહાય સહિતની જોગવાઇ કરાઇ છે.
પ્રથમ ચરણમાં લોંચ થઇ પંચકમ્ યોજના
પ્રાચીન ભાષા દરેક જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અને શ્રીમદ્ ભગવત ગીતા યોજના તથા શત સુભાષિત કન્ઠ પાઠ યોજના એમ યોજના પંચકમ્ પ્રથમ ચરણમાં લોંચ કરવામાં આવી છે.
રક્ષાબંધન- સંસ્કૃત દિવસ નિમિત્તે વિશેષ આયોજન
પંચકમ્ માં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા. ૬/૮/૨૦૨૫ થી તા. ૧૩/૮/૨૦૨૫ ના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરાશે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન)ને સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તા. ૯/૮/૨૦૨૫ને શનિવારે  સંસ્કૃત દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આ સપ્તાહ ઉજવાશે.
વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો નાણાંકીય સહાય
જે માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ માં નોંધાયેલી સંખ્યા ૧૦૦થી ઉપર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જેતે સંસ્થાને નાણાંકીય સહાય આપવામાં આવશે.
સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના
સંસ્કૃતભાષા અને સાહિત્યના  પ્રચાર પ્રસાર માટે કાર્યશાળા, સંમેલન, પ્રશિક્ષણ, નવાચાર, સમારોહ, સંશોધન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે દરખાસ્ત કરનાર સંસ્થાને બોર્ડ જરૂરી નાણાકીય સહાય કરશે. શ્રીમદ ભાગવદ ગીતા યોજના અંતર્ગત ગુજરાતના અબાલવૃદ્ધ સૌ વૈશ્વિકગ્રંથ શ્રીમદ્ ભગવદગીતાથી પરિચિત થાય તે માટે પ્રયત્ન હાથ ધરાશે. શત સુભાષિત કન્ઠ પાઠ યોજનામાં માનવીય મૂલ્યોના નૈતિક વિકાસ માટે ૧૦૦ સુભાષિત લોક સમુદાયમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે મુકવામાં આવશે.
“વિરાસત ભી, વિકાસ ભી”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો મંત્ર આપ્યો છે. આ મંત્રને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના સમાયાનુકૂળ સંવર્ધન અને પ્રચાર-પ્રસારથી પાર પાડવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના 2020માં કરેલી છે.

આ પણ વાંચો: 100 અને 200 રૂપિયાની ચલણી પર મોટી અપડેટ, RBIના આદેશની અસર દેખાઈ

આ પણ વાંચો: કચ્છમાં પણ ચોમાસું જામ્યું, દરિયાઈ કાંઠાના મુન્દ્રા – માંડવીમાં ત્રણ ઇંચ સુધી વરસાદ

Back to top button