કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં પણ ચોમાસું જામ્યું, દરિયાઈ કાંઠાના મુન્દ્રા – માંડવીમાં ત્રણ ઇંચ સુધી વરસાદ

ભુજ, 17 જૂન 2025: Rain in time રાજ્યની સાથે કચ્છમાં પણ ચોમાસું જામ્યું છે અને છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. બફારાના કારણે જિલ્લાવાસીઓ અકળાઈ ગયા હતા. જોકે સોમવારે રાત્રે વરસાદ થતાં રાહત થઈ છે. સોમવારે રાત્રે 10:00 વાગ્યાના અરસામાં જિલ્લાના  મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થતાં આ વર્ષે ચોમાસુ સમયસર કચ્છમાં પણ આવ્યું હોય તેમ સ્થિતિ સર્જાઈ છે.
જળસંગ્રહના વરસાદી કામો પૂરા થઈ ગયા હશે તો ફાયદો
મંગળવારે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બંદરીય શહેર અને તાલુકા એવા મુન્દ્રા માંડવી માં વરસાદ થયો હતો. આગામી સમયમાં ખેતીવાડી પાકોના વાવેતર કરવામાં સરળતા ઉભી થશે. જો જળસંગ્રહના વરસાદી કામો પૂરા થઈ ગયા હશે તો પાણીનો સંગ્રહ પણ સારી રીતે થઈ શકશે. કચ્છ જિલ્લો ખેતીવાડી ઉપરાંત ઉદ્યોગો આધારિત પણ છે. ખાસ કરીને બાગાયતી ખેતીમાં રાજ્યમાં અવ્વલ છે. ત્યારે સમયસર આવેલો વરસાદ શ્રાવણ ભાદરવા સુધીના પાક લેવામાં સરળતા ઉભી કરી શકશે.
24 કલાક માં જિલ્લાના 8 તાલુકામાં વરસાદ
માંડવી 81 મિ.મિ, મુન્દ્રા  41, ગાંધીધામ   31,  ભુજ 30, નખત્રાણા 18, ભચાઉ  14, અબડાસા 08 અને અંજાર 09 મિલીમીટર પાણી પડ્યું છે.
બે દિવસ સચરાચરો વરસાદ પડી શકે
ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા. ખાસ તો ભુજના શોભા સમાન હમીરસર તળાવમાં પણ ઉપરવાસના વરસાદના લીધે પાણી આવ્યા હતા. જુદા જુદા વિસ્તારમાંથી આવમાં થઈને જળરાશિ હંમેશા તળાવમાં પહોંચતી હોય છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ બે દિવસ સચરાચરો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: બોટાદ: દર્શન કરવા આવેલો પરિવાર કાર સાથે પૂરના પાણીમાં તણાયો, સાતમાંથી પાંચ લાપતા

આ પણ વાંચો: અમેરિકાથી મુંબઈ આવતી એર ઈંડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાઈ, કોલકાતા એરપોર્ટ પર મુસાફરોને રઝળવાનો વારો આવ્યો

Back to top button